મેડિકલ અને પેરામેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ નીટની પરીક્ષા હિંમતનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા આપીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. ગત વર્ષોની સરખામણીએ આ વખતે ફિઝિક્સ વિષયે વિદ્યાર્થીઓને રાહત આપી હતી. જ્યારે બાયોલોજી પ્રશ્નો લેન્ધી હોવાથી સમય ખૂટ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે કેમેસ્ટ્રી વિષયનું પેપર મધ્યમ રહ્યું હતું. આ વખતે નીટની પરીક્ષા એકંદરે સરળ હોવાથી કટ ઓફ માર્કસ ઊંચું જવાની શકયતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઇ છે. હિંમત હાઇસ્કૂલના બાયોલોજીના શિક્ષક પી.જે. મહેતાએ જણાવ્યું હતું કે નીટની પરીક્ષાનું બાયોલોજીનું પેપર મધ્યમ હતું. જોડકા જોડો, વિધાન સંગત કે અસંગત પ્રકારના પ્રશ્નો વધુ પૂછેલા છે. પ્રશ્નો લાંબા હોવાથી લખાણ વાંચવામાં અને જવાબ વિચારવામાં વિદ્યાર્થીઓનો વધારે સમય ગયો છે. હોંશિયાર વિદ્યાર્થી સારા માર્કસ લાવી શકશે. હિંમત હાઇસ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક સી. જે. પટેલે જણાવ્યું હતું કે નીટની પરીક્ષાનું કેમેસ્ટ્રીનું પેપર મધ્યમ હતું. એનસીઆરટીમાંથી હતું. અમુક પ્રશ્નો જોડકા લેવલના હતા. અમુક સામાન્ય પ્રશ્નો અને થોડા કઠીન પૂછ્યા હતા. જોકે એકંદરે પેપર મધ્યમ પ્રકારનું હતું અને વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી શકશે. સામાન્ય રીતે નીટની પરીક્ષામાં ફિઝિક્સ સૌથી અઘરું મનાતું હોય છે. પરંતુ 2026ની પરીક્ષામાં ફિઝિક્સ વિભાગ સૌથી સરળ રહ્યો હતો. નીટની પરીક્ષામાં ફિઝિક્સનું પેપર ગઈ સાલની સરખામણીએ વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું. ગણતરીના પ્રશ્નો વધારે હતા. જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી હશે તેઓ સારા માર્ક્સ લાવી શકશે તેમ માયઓન હાઇસ્કૂલના ફિઝિકસના શિક્ષક એમ. જે. ડાભીએ જણાવ્યું હતું. મોડાસામાં 1288 છાત્રોએ નીટ આપી મોડાસામાં 4 કેન્દ્રો પર નીટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં 1288 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોડાસાની કે.એન. શાહ હાઇસ્કૂલ, જે.બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોડાસા, એચ.એલ. પટેલ સરસ્વતી સ્કૂલ અને મોડાસાની મદની સ્કૂલમાં પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષાર્થીઓને સમય કરતાં પહેલા પરીક્ષા સ્થળે હાજર રહેવા જણાવાયું હતું. પરીક્ષા શરૂ થતાં અગાઉ વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન અને ઓથેન્ટીકેશન પ્રક્રિયા બાદ પ્રવેશ અપાયો હતો. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપર સરળ રહ્યા હિંમત હાઇસ્કૂલની વિદ્યાર્થિની નાવ્યાએ જણાવ્યું હતું કે, બાયોલોજીનું પેપર બહુ જ લાબું હતું જ્યારે ફિઝિકસ, કેમેસ્ટ્રી સરળ હતા. તો વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગનું NCERTની બુકમાંથી હોવાથી ત્રણે પેપર સરળ લાગ્યા હતા. જ્યારે નિશાંક દવેએ જણાવ્યું હતું કે, ફિઝિક્સનું પેપર સરળ રહેતા માર્કસ સારા આવશે. આ વખતે નીટની પરીક્ષા એકંદરે સરળ હોવાથી કટ ઓફ ઊંચું જવાની શકયતા છે.
વિદ્યાર્થીઓની મિશ્ર પ્રતિક્રિયાઓ સાથે હિમ્મતનગરમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.