Achira News Logo
Achira News

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શહેરની શાળાઓમાં હીટવેવના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા

Sambhav Metro
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શહેરની શાળાઓમાં હીટવેવના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા
Full News
Share:

રાજ્યમાં વધતી ગરમી અને લૂની અસરને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીનાં આરોગ્યને સુરક્ષિત રાખવા માટે શાળાનાં મેદાનમાં યોજાતી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં માર્ચમાં જ ગરમીનો પારો આસમાને પહોંચતાં જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લૂ અને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે શહેરની તમામ સ્કૂલ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, હવેથી સ્કૂલમાં ‘ઓપન એર ક્લાસ' કે મેદાનમાં કોઈ પણ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિ કરાવી શકાશે નહીં. આ ઉપરાંત, શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના નામે વિદ્યાર્થીને મોડે સુધી રોકી રાખતી સ્કૂલ સામે લાલ આંખ કરવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sambhav Metro

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શહેરની શાળાઓમાં હીટવેવના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા | Achira News