Achira News Logo
Achira News

વન વિભાગથી માંડીને ઓર્ગેનિક ફાર્મિંગ સુધીઃ ગિરીશભાઈનું માનવજાત બચાવવાનું મિશન

Akila News
વન વિભાગથી માંડીને ઓર્ગેનિક ફાર્મિંગ સુધીઃ ગિરીશભાઈનું માનવજાત બચાવવાનું મિશન
Full News
Share:

પોરબંદર,તા.૪: સામાન્‍ય રીતે નિવળત્તિ પછી લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે,પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના ગિરીશભાઈ ગોઢાણિયા માટે નિવળત્તિ એ એક નવા મિશનની શરૂઆત હતી. વર્ષો સુધી વન વિભાગમાં ફરજ બજાવતા ગિરીશભાઈએ જંગલના રાજા સિંહથી લઈને આકાશમાં ઉડતા પક્ષીઓને રાસાયણિક પ્રદૂષણને કારણે તરફડીને મળત્‍યુ પામતા જોયા હતા. એ દ્રશ્‍યોએ તેમના મનમાં ઊંડા ઉતરી ગયા હતા. ગિરીશભાઈએ જ્‍યારે ૨૦૧૭માં પ્રાકળતિક ખેતીનો સંકલ્‍પ કર્યો,ત્‍યારે રસ્‍તો આસાન નહોતો. તેમણે રાસાયણિક દવાઓ વાપરવાની મનાઈ કરી તો વર્ષો જૂના ભાગીદારો સાથ છોડી ગયા. ખેતરમાં એકલા પડી જવાનો ડર કોઈ પણ માણસને હચમચાવી દે,પણ ગિરીશભાઈ મક્કમ હતા. તેમણે વિચાર્યું કે,જો હું વન્‍યજીવોને બચાવવા ખાખી પહેરી શકતો હોઉં,તો માનવજાતને બચાવવા હળ કેમ ન પકડી શકું?તેમણે જાતે મજૂરો સાથે ખભેખભા મિલાવીને ગાય આધારિત ખેતી શરૂ કરી. તેમણે‘નીરવ ઓર્ગેનિક ગીર ગાય ફાર્મ એન્‍ડ બ્રિડીંગ સેન્‍ટરની સ્‍થાપના કરીને લગભગ ૨૦ વિઘા જમીનમાં પ્રાકળતિક ખેતીના વિવિધ આયામોને અનુસરીને ખેતી શરૂ કરી છે. અહીં તેઓ ઘઉં,મગફળી,નાળિયેર,મગ,શાકભાજી અને ચીકુ કેળા જેવા પાકનું ઉત્‍પાદન કરે છે. ફોરેસ્‍ટ ઓફિસર તરીકેની તેમની સફરે તેમને એક કડવું સત્‍ય સમજાવ્‍યું હતું. તેમણે જોયું હતું કે ખેતરોમાં વપરાતું યુરિયા જ્‍યારે જળષાોતોમાં ભળે છે ત્‍યારે તે સિંહો અને અન્‍ય વન્‍યજીવો માટે સાક્ષાત યમરાજ બની જાય છે. પક્ષીઓના શરીરમાં ઉતરેલું ઝેર જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. આ જ પીડા તેમને પ્રાકળતિક ખેતી તરફ દોરી ગઈ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વન વિભાગથી માંડીને ઓર્ગેનિક ફાર્મિંગ સુધીઃ ગિરીશભાઈનું માનવજાત બચાવવાનું મિશન | Achira News