(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ચાર વાગ્યે અચાનક જ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જોતજોતામાં જ ભારે પવન ફુંકાવા લાગ્યો છે. પવનની ગતિ એટલી તે જ જોવા મળી રહી છે કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વાવાઝોડાની સાથે જ વિસ્તારમાં ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડયો હતો. ઘણી જગ્યાએ વરસાદની સાથે બરફના મોટા કરા પણ પડયા હતાં. વાંકાનેર પંથકમાં પડેલા આ કમોસમી વરસાદ (માવઠા) અને બરફના કરાને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થઇ ને ઉભો છે અથવા તો લણણીની તૈયારીમાં છે. જીરૂ, ઘઉં, ચણા, ધાણા, અને એરંડા જેવા પાકોને આ કરા અને ભારે પવનથી વ્યાપક નુકસાન પહોંચવાનો અંદાજ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ જવાની નોબત આવતા ખેડૂત આલમમાં નિરાશા વ્યાપી ગઇ છે
વાન્કનેરમાં કમોસમી વાવાઝોડું ત્રાટક્યું, પાકને નુકસાન થવાની આશંકા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.