Achira News Logo
Achira News

વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણાની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ બાદ ધરપકડ કરી

Akila News
વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણાની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ બાદ ધરપકડ કરી
Full News
Share:

સાપુતારા પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના કેસમાં છેલ્લા 4 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ રામદાસભાઈ પરશુરામ રહાણે ને મહારાષ્ટ્રના સંગમનેરથી ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરવા અને જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી.ડાંગ એલસીબી પીએસઆઇ જે.જી.અનડકટને બાતમી મળી હતી કે, સાપુતારા પોલીસ સ્ટેશનના વર્ષ-2022ના ગુનામાં વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે મુંબઈથી નાસિક તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેર વિસ્તારમાં રેકી કરી હતી અને અંતે સંગમનેરથી આરોપીને ઝડપી પાડી આગળની તપાસ માટે સાપુતારા પોલીસને સોંપ્યો હતો.પકડાયેલ 49 વર્ષીય આરોપી ગેંગસ્ટાર રામદાસભાઈ પરશુરામ રહાણે મૂળ મુંબઈના રહેવાસી છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 1997થી 2018 સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર પ્રકારના આશરે 12 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણાની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ બાદ ધરપકડ કરી | Achira News