નવી દિલ્હી:ભારતીય કુસ્તી જગતમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધી કાયદાકીય મર્યાદા અને ગરિમા જાળવવા માટે પોતાની ઓળખ ગુપ્ત રાખનાર વિનેશે પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર્યું છે કે,કુસ્તી ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવનાર6મહિલા કુસ્તીબાજોમાં તે પોતે પણ સામેલ છે. ઓળખ જાહેર કરવા પાછળનું કારણ વિનેશ ફોગાટે એક અત્યંત ભાવુક અને મજબૂત નિવેદનમાં જણાવ્યું હતું કે,અત્યાર સુધી તેણે કાયદાકીય માર્ગદર્શિકા મુજબ પોતાની ઓળખ છુપાવી રાખી હતી,પરંતુ તાજેતરની કેટલીક ઘટનાઓએ તેને સત્ય જાહેર કરવા માટે મજબૂર કરી છે. વિનેશના મતે,આ લડાઈ માત્ર તેની એકની નથી પરંતુ રમતગમતમાં સુરક્ષિત વાતાવરણ ઈચ્છતી તમામ મહિલા ખેલાડીઓની છે. આ ઘટસ્ફોટ બાદ કુસ્તી જગતમાં ફરી એકવાર બ્રિજભૂષણ સામેના કેસમાં ગરમાવો આવ્યો છે. એશિયન ગેમ્સના ટ્રાયલ્સ સામે વાંધો
વિનેશ ફોગાટે ખુલાસો કર્યો કે તે રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરનારી છ મહિલાઓમાં સામેલ હતી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.