વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં આગની એક દુર્ઘટના સામે આવી છે. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા બે વ્યક્તિઓ દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસપાસની અન્ય કંપનીઓ સુધી આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
વાપી આગ દુર્ઘટનાઃ ઔદ્યોગિક કેન્દ્રમાં આગ લાગી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.