Achira News Logo
Achira News

વાયરલ ફિલ્મ ક્લિપ બે વર્ષ પહેલા વિજયની રાજકીય જીતની આગાહી કરે છે

Akila News
વાયરલ ફિલ્મ ક્લિપ બે વર્ષ પહેલા વિજયની રાજકીય જીતની આગાહી કરે છે
Full News
Share:

નવી દિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ની ભવ્ય જીત બાદ હવે સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર વિજયની વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' (GOAT) ની એક નાની ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં વિજય જે કાર ચલાવી રહ્યો છે તેની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ પર 'TN 07 CM 2026' લખેલું જોવા મળે છે. ચાહકો હવે તેને વિજયની અદભૂત 'રાજકીય ભવિષ્યવાણી' તરીકે જોઈ રહ્યા છે.થિયેટરમાં જ આવી ગયું હતું પરિણામ?જ્યારે ૨૦૨૪માં વિજયે પોતાની પાર્ટી લોન્ચ કરી ત્યારે અનેક અટકળો હતી કે શું તે સફળ થશે? પરંતુ 'GOAT' ફિલ્મના ડિરેક્ટર વેંકટ પ્રભુએ ફિલ્મમાં કરેલું આ 'ડિટેલિંગ' આજે સાચું પડ્યું છે. જે રીતે વિજયે ૧૦૮ બેઠકો જીતીને દ્રવિડિયન રાજકારણના ૫૦ વર્ષ જૂના ગઢને હચમચાવી દીધો છે, તે જોતા ફેન્સ કહી રહ્યા છે કે ચૂંટણીના પરિણામો તો બે વર્ષ પહેલા જ થિયેટરના સ્ક્રીન પર આવી ગયા હતા!પ્રેમજી અમરનની વાત સાચી પડીવિજયના કો-સ્ટાર પ્રેમજી અમરને એક સમયે ગેરંટી સાથે કહ્યું હતું કે, "હું ૨૦૨૬માં વિજયને મત આપીશ અને તે જ તમિલનાડુના મુખ્યમંત્રી બનશે. બસ રાહ જુઓ અને જુઓ." આજે તેમની આ વાત સાચી પડતી દેખાઈ રહી છે. વિજય તમિલનાડુના ઈતિહાસમાં એવા પ્રથમ અભિનેતા બનવા જઈ રહ્યા છે જે સીધા મુખ્યમંત્રીના પદ પર બિરાજશે.બહુમતી માટે ગઠબંધનની તૈયારી૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં ૧૦૮ બેઠકો જીતીને TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જોકે, બહુમતી માટે હજુ ૧૦ બેઠકોની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ, CPI અને CPIM જેવા પક્ષો સાથે ગઠબંધન માટે વાતચીત થઈ શકે છે. વિજય પોતે તિરુચી (પૂર્વ) અને પેરામ્બુર એમ બે બેઠકો પરથી જીત્યા છે, જેમાંથી તેઓ પેરામ્બુર બેઠક પોતાની પાસે રાખી શકે છે.ફિલ્મી સ્ટાઈલમાં રાજકારણમાં એન્ટ્રી કરનારા વિજયે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદા પર જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' સાબિત થઈ રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વાયરલ ફિલ્મ ક્લિપ બે વર્ષ પહેલા વિજયની રાજકીય જીતની આગાહી કરે છે | Achira News