Achira News Logo
Achira News

વિરેન્દ્રસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો

Divya Bhaskar
વિરેન્દ્રસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો
Full News
Share:

સતલાસણા તાલુકાના વાવ ખાતે વેપારીને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતે ભાજપનો પ્રમુખ હોવાનો દાવો કરી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આ મામલે સતલાસણા પોલીસે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સતલાસણાની વાવ ચોકડી પર જય અંબે શક્તિ પાર્લર ચલાવતા કાનજીભાઈ રણછોડભાઇ સેનમાના ભાણા કિરણકુમારના ગત 7 ફેબ્રુઆરીએ કેશરપુરામાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગામના નરેશજી દશરથજી ઠાકોરે વીડિયો ઉતાર્યો હતો. બાદમાં 8 ફેબ્રુઆરીએ કેશરપુરા ગામ નામના સોશિયલ ગ્રુપમાં મેસેજ કરાયો. જેમાં વેપારીના સમાજના લોકોને સામાજિક બહિષ્કાર કરવાની વાત લખાઈ હતી. આ મેસેજ અને બાદમાં થયેલા ફોનથી વ્યથિત થઈ કાનજીભાઈએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં નરેશજી ઠાકોર વિરુદ્ધ અરજી આ પી હતી. આ વાતની અદાવત રાખી ગત 11 માર્ચે તેઓ દુકાને હાજર હતા, ત્યારે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં ગયા હતા. તેમણે અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. ના પાડતાં ઉશ્કેરાઈ અપશબ્દો બોલી હું ભાજપનો પ્રમુખ‎છું, તારો ધંધો બગાડી નાખીશ અને‎ખોટા કેસમાં ફસાવી દઈશ, પત્તો નહીં‎લાગે કહી જાનથી મારી નાખવાની‎ધમકી આપી હતી. જે મામલે‎વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.‎

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિરેન્દ્રસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો | Achira News