Achira News Logo
Achira News

વરરાજાના લગ્નના દિવસે ફટાકડા ફોડવાથી અફડાતફડી મચી

Divya Bhaskar
વરરાજાના લગ્નના દિવસે ફટાકડા ફોડવાથી અફડાતફડી મચી
Full News
Share:

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. ​ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને ઘોડે ચડીને જાન લઈને નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે સંબંધીઓ નાચી રહ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના જોરદાર અવાજથી ઘોડો અચાનક ભડક્યો હતો. ઘોડાએ છલાંગ લગાવતા વરરાજા સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. વરરાજાને પેટના ભાગે સખત દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પટકાવાને કારણે આંતરડામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી જે ઘરમાં ગીતો ગવાતા હતા અને મહેમાનોની ચહેલપહેલ હતી, ત્યાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જાન લઈને નીકળવાની તૈયારીઓ વચ્ચે વરરાજા હોસ્પિટલના બિછાને પહોંચતા પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કન્યા પક્ષે પણ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને પક્ષોની સહમતીથી હાલ લગ્નની તમામ વિધિઓ અટકાવી દેવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વરરાજાના લગ્નના દિવસે ફટાકડા ફોડવાથી અફડાતફડી મચી | Achira News