વલસાડ નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આરોપી પોતાની દુકાનમાં પાસ-પરમિટ વગર જીલેટીન સ્ટીક્સ અને ડિટોનેટર રાખી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહમદસફી અને કોન્સ્ટેબલ વરૂણને સંયુક્ત બાતમી મળી હતી કે, કાકડકોપર ગામમાં સાઈબાબા મંદિર સામે આવેલી એક દુકાનમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરાયો છે.આ બાતમીના આધારે પોલીસે કાકડકોપર ગામના પ્રદિપ બાબુભાઇ ગવળી (ઉ.વ. ૩૫) ની દુકાનમાં તપાસ કરતા કુલ ₹૨૮,૨૨૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં ૨૧ નંગ જીલેટીન સ્ટીક, ૦૪ નંગ ઇલેક્ટ્રીક ડિટોનેટર, ૯૫ નંગ ઓર્ડિનરી ડિટોનેટર, ૯ ફૂટ ઇલેક્ટ્રીક વાયર અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.ઝડપાયેલ આરોપી પ્રદિપ ગવળી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૪ કેસ અને અપહરણ તથા મારામારીનો ૧ કેસ નોંધાઈ ચૂક્યો છે.આરોપી વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૨૮૮, ૫૪ તેમજ એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે
વલસાડ પોલીસના દરોડામાં ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.