Achira News Logo
Achira News

વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું

Divya Bhaskar
વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું
Full News
Share:

SSC અને HSC બાદ ફેકલ્ટી પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણો દૂર કરવા વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહત્વનું કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આયોજિત કરાયું હતું. જેમાં નિષ્ણાંત શિક્ષણવિદો, પ્રોફેશનલ્સ દ્વારા IAS, IPS, રેવન્યુ ડીપાર્ટમેન્ટની વલસાડ લોટસ હોસ્પિટલ રોડ પર મધુમતિ ઓડિયોરિયમ ખાતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ઝાહિદ દરિયાઇના અધ્યક્ષસ્થાને ઝાહિદભાઈ દરિયાઈ, આરીફ ખાનસર, અબ્દુલ લતીફ શેખ, ફહદભાઈ કરુ, સમીઉલ્લાહ ઇનામદાર, મેહરીશ ચાવડા, યાસર પઠાણ, ઝમીર શેખ, લીયાકત પોચાખાલીદ કદમ, વાહીદ મેમણ, મેહમુદ મુલ્લા, ઝુલ્ફીકાર મોટરવાલાની ઉપસ્થિતિ વચ્ચે સેમિનારના વક્તા વલસાડ ગવર્નમેન્ટ પોલિટેક્નિકના લેકચરર પ્રો. મોહંમદ તૌસિફ અન્સારીએ ધો.10 પછી ડીપ્લોમા, ધો.11, ધો.12 માટે સાયન્સ કોર્મસ સ્ટ્રીમની પસંદગીમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓની રુચિ શું છે તે જાણી લેવું ખુબ જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ધો.10 પછી ડિપ્લોમા, આઇટીઆઇ, ધો.12 એ ગ્રુપમાં ડીગ્રી એન્જિનીયરિંગની કઇ કઇ બ્રાન્ચીસમાં પ્રવેશ લેવો, કઇ સરકારી, ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ, ફોર્મ ભરવાની પ્રક્રિયા વિગેરેની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું કે, વાલીઓ સંતાનોની રૂચિ, કેલિબર મુજબ નિર્ણય કરવા જણાવ્યું હતું. વલસાડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફહદ કરુએ ધો.12 પછી કોમર્સમાં વિવિધ ફેકલ્ટીની પસંદગી કેવી રીતે કરવી તે મુદ્દો પણ સંતાનોને શામાં ઇન્ટરસ્ટ છે તે મુજબ CA, BCom, BSc, BSA વિગેરે બ્રાન્ચીસમાં એડમિશન લેવાનો નિર્ણય કરવા સલાહ આપી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે બની શકાય, કેટલી મહેનત લાગે તેની ડીમાન્ડ, કોર્સના ફાયદા, મહેનત, ઓછાં ખર્ચમાં મોભાદાર સીએની ડીગ્રી મેળવી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલ સ્ટ્રીમની વિગતોના નિષ્ણાંત મૌલાના અબ્દુલ અઝીઝ ફલાહીએ બી ગ્રુપના ધો.12 સાયન્સ વિદ્યાર્થીઓ કે વાલીઓ જેમને મેડિકલ રસ છે તેમણે MBBS, BHMS, હોમીયોપેથી ડીગ્રી લઇ ડોકટર બનવાનું સ્વપ્ન કેવી રીતે પ્રવેશ લેવો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું | Achira News