વલસાડના હાઇવે પરથી રૂરલ પોલીસની ટીમે એક ઇનોવા કારમાં રૂ.2.50 લાખના વિદેશી બનાવટના દારૂનો જથ્થો પકડી પાડી 1 મહિલાની ધરપકડ કરી છે.દમણની મહિલા પાસે એક મીડિયા કાર્ડ પણ કબજે કરાયો છે. વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હાઇવ પર વોચ ગોઠવતાં એક ઇનોવા કારને રોકતા પહેલા જ 2 ઇસમો ચાલૂ કારે નિકળીને ફરાર થઇ ગયા હતા. પોલીસે કાર પાસે પહોંચી ઝડતી લેતાં કારમાંથી 816 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણની ખુશી નામની મહિલાની અટક કરી હતી.
વલસાડમાં ગ્રામીણ પોલીસે ₹2.50 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.