Achira News Logo
Achira News

વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો

Akila News
વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો
Full News
Share:

રાજકોટ, તા.૨૦: દર વર્ષે ૨૦ માર્ચે વર્લ્‍ડ હેપીનેસ ડે ઉજવવામાં આવે છે, જે માનવ જીવનમાં સુખ, માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને સામાજિક સુખાકારીનું મહત્‍વ સમજાવે છે. વર્ષ ૨૦૧૨માં સ્‍થાપિત અને ૨૦૧૩થી ઉજવણી શરૂ થયેલો આ દિવસ લોકોમાં હકારાત્‍મકતા અને સંતુલિત જીવન તરફ પ્રેરણા આપે છે. આ અવસર પર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં અનેક મહત્‍વપૂર્ણ તારણો સામે આવ્‍યા છે. આ સર્વે મુજબ આજના સમયમાં લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી એકલતા અનુભવતા થયા છે. ૫૬.૨% લોકો તેમના વર્તમાન જીવનથી સંતોષ અનુભવે છે, જ્‍યારે ૩૮.૨% લોકો ખૂબ જ અસંતોષ અનુભવે છે. દૈનિક જીવનમાં ઉત્‍સાહ પણ એક મોટો મુદ્દો બન્‍યો છે. માત્ર ૩૯.૪૦% લોકો હંમેશા ઉત્‍સાહ અનુભવે છે, જ્‍યારે ૫૪.૬૦% લોકો કયારેક જ ઉત્‍સાહ અનુભવતા હોય છે. મુશ્‍કેલીઓ પ્રત્‍યેનો અભિગમ પણ માનસિક સ્‍થિતિ બતાવે છે. ૬૫.૫૦% લોકો મુશ્‍કેલીઓને નસીબનો ખેલ માને છે, જ્‍યારે માત્ર ૨૭.૩૦% લોકો તેને નવી તક તરીકે જુએ છે. આ સર્વેનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૫૮.૨૦% લોકો પાસે મનની વાત કરવા માટે કોઈ નથી, જે આજના સમયમાં વધતી સામાજિક એકલતા દર્શાવે છે. માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે ઊંઘ અને જીવનશૈલી પણ જવાબદાર છે. ૬૧.૪% લોકો માત્ર ૫-૬ કલાક ઊંઘ લે છે, જ્‍યારે માત્ર ૩૩.૭૦% લોકો ૭-૮ કલાક પૂરતી ઊંઘ લે છે. ગુસ્‍સો અને તણાવ પણ જીવનનો ભાગ બની ગયા છે. ૫૭.૮૦% લોકોને નાની નાની બાબતોમાં ગુસ્‍સો આવી જાય છે, જ્‍યારે ૬૮.૫% લોકોએ છેલ્લા અઠવાડિયામાં તણાવ અનુભવ્‍યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો | Achira News