નવી દિલ્હી:AIના વધતા વ્યાપને કારણે હવે સામાન્ય ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ જેવા કે પેનડ્રાઇવઅને મેમરી કાર્ડના ભાવ આસમાને પહોંચ્યા છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓતેમનાAI ડેટાસેન્ટરોમાટે સેમસંગ અને માઇક્રોન જેવા સપ્લાયર્સ પાસેથી જંગી માત્રામાં હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સ ખરીદી રહી છે. આ વૈશ્વિક ખેંચતાણને કારણે બજારમાં DRAM અને NAND ટેકનોલોજીની અછત સર્જાઈ છે, જેની સીધી અસર છૂટક ગ્રાહકો પર પડી રહી છે. IDC ના અહેવાલ મુજબ, મેમરી ચિપ્સના ભાવમાં દર મહિને ૨૫% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીના જથ્થાબંધ બજારમાં જે ૩૨GB પેન ડ્રાઇવ જાન્યુઆરીમાં ₹૧૮૦માં મળતી હતી, તેનો ભાવ માર્ચમાં વધીને ₹૩૬૦ સુધી પહોંચી ગયો છે. આ કિંમતો દરરોજ અપડેટ થઈ રહી છે, જેના કારણે માત્ર સામાન્ય યુઝર્સ જ નહીં પરંતુ લગ્નની સીઝનમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સના બજેટ પણ ખોરવાઈ ગયા છે. આ મેમરી કટોકટી માત્ર નાના ગેજેટ્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્માર્ટફોન અને પીસીના ઉત્પાદન ખર્ચમાં પણ ૧૦ થી ૧૫% નો વધારો કરી રહી છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું આ અસંતુલન ૨૦૨૬ થી ૨૦૨૭ના બીજા ભાગ સુધી ચાલુ રહી શકે છે. જો તમે નવો સ્માર્ટફોન કે સ્ટોરેજ ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો વધતા ભાવોને ધ્યાનમાં રાખીને વહેલો નિર્ણય લેવો હિતાવહ રહેશે.
વૈશ્વિક AI માંગના કારણે સંગ્રહ ઉપકરણની કિંમતમાં વધારો થયો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.