ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઈલમાં ઉછાળો અને એફઆઈઆઈની ભારે વેચવાલી વચ્ચે બજારમાં વ્યાપક નબળાઈ જોવા મળી હતી.તાજેતરના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તીવ્ર મંદીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બજારની શરૂઆતથી જ નકારાત્મક સેન્ટિમેન્ટ હાવી રહ્યો હતો. સૂચકાંકો ગેપ-ડાઉન સાથે ખુલ્યા હતા અને દિવસભર વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા, જેના કારણે બજાર સતત નીચલા સ્તરે સરકતું ગયું હતું. રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધતા લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ ત્રણેય સેગમેન્ટમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે 'ઓઈલ વોર'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને ૧૧૨ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિએ સ્પષ્ટ દર્શાવ્યું કે બજારમાં માત્ર ટેકનિકલ કરેકશન નહીં પરંતુ સેન્ટિમેન્ટલ શિફ્ટ પણ જોવા મળી રહ્યો છે. રોકાણકારો જોખમવાળા એસેટમાંથી બહાર નીકળી સલામત વિકલ્પો તરફ વળતા જોવા મળ્યા હતા.બજારની શરૂઆત નકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ગેપ-ડાઉન સાથે થઈ હતી. શરૂઆતના કલાકોમાં બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળતા સૂચકાંકો ઝડપથી તૂટ્યા હતા. મધ્ય સેશન દરમિયાન થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું, પરંતુ દરેક ઉછાળા પર વેચવાલી વધતી જતા બજાર ફરી દબાણમાં આવી ગયું હતું.દિવસના અંતિમ કલાકોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા વધારાની વેચવાલી થતા બજાર દિવસના નીચલા સ્તર નજીક બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ :-ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76704 સામે 74750 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 73950 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... દિવસ દરમ્યાન સરેરાશ 1404 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 2496 પોઈન્ટના ઘટાડા સાથે 74207 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર:- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23776 સામે 23340 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 22940 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 451 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 650 પોઈન્ટના ઘટાડા સાથે 23125 પોઈન્ટ બંધ થયેલ...!!! ભારે મંદીના મુખ્ય કારણો : જીઓ-પોલિટિકલ તણાવ: મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને Strait of Hormuz માં સપ્લાય ખોરવાવાની ભીતિ. ક્રૂડ ઓઈલનો ભડકો: કાચા તેલના ભાવમાં અચાનક આવેલી તેજી ભારત જેવા આયાતકાર દેશ માટે મોંઘવારીનું જોખમ વધારે છે. FII ની આક્રમક વેચવાલી: વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે ફંડ પાછું ખેંચાતા લિક્વિડિટી પર દબાણ. વૈશ્વિક નબળાઈ: જાપાનના નિક્કેઈમાં 1500 પોઈન્ટનો અને કોસ્પી (KOSPI) માં 1.50% નો ઘટાડો. માર્કેટ બ્રેડ્થ : આજનું સેશન અત્યંત નકારાત્મક રહ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલી જોવા મળી હતી, જે રિટેલ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 19.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23125 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23272 પોઈન્ટના પ્રથમ અને 23303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23008 પોઈન્ટ થી 22979 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23909 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારતી ઐરટેલ ( 1837 ) :- રૂ.1808 ના પ્રથમ તેમજ રૂ.1787 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1853 થી રૂ.1860 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1873 ઉપર તેજી તરફી ધ્યાન...!! અદાણી પોર્ટસ ( 1361 ) :- રૂ.1330 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1317 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1374 થી રૂ.1380 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઓરબિંદો ફાર્મા ( 1256 ) :- રૂ.1227 નો પ્રથમ તેમજ રૂ.1214 ના બીજા સપોર્ટથી રૂ.1274 થી રૂ.1280 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ટાટા કન્ઝ્યુમર ( 1048 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.1063 થી રૂ.1070 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1015 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. બજાજ ફાઈનાન્સ ( 837 ) :- રૂ.808 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.849 થી રૂ.856 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં ઉછાળો, તેલના ભાવ વધ્યા
Divya Bhaskar•
Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.