Achira News Logo
Achira News

વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Western Times
વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Full News
Share:

ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે:મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્ર પટેલ Ahmedabad,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ગુજરાતના વાર્ષિક અધિવેશન અને‘ગુજરાત@$૧ ટ્રિલિયન ઇકોનોમી‘વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે,એક સમયે ગુજરાતમાં વિકાસ માત્ર વાપી-વડોદરા બેલ્ટ પૂરતો સીમિત હતો. પરંતુ વડાપ્રધાનશ્રીએ સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર,પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમીકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું,તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે,જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export):દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે. MSME:૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી,તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%,ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | Achira News