વાંસદા વિધાન સભા વિસ્તારમાં આવતા મુસ્લિમ સમાજના 1980 જેટલા મતદારો જે વર્ષોથી અહીં રહી મતદાન કરતા આવ્યા છે જેના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી કરવા માટે આપેલી વાંધા અરજીઓ સામે પ્રાંત કચેરીએ આવ વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતા 1980 મતદારોમાં 1600 મુસ્લિમ સમાજના અને 380 અન્ય સમાજના મતદારોમાં વાંસદાના 697 મતદારો જેના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી કરવા અપાયેલી વાંધા અરજીના કારણે મુસ્લિમ સમાજના ઘણાં લોકો મતદાન કરવાથી વંચિત રહે છે. જેને મતદાન કરવાનો અધિકાર રહેતો નથી તો પછી સરકાર દ્વારા નિમાયેલા બીએલઓ જુના નામ પ્રમાણે આ તમામ મતદારોના ફોર્મ સાથે પુરાવા લઈ સરકારમાં સબમિટ કર્યા છે ત્યારબાદ આ મતદાર યાદીમાં નામ નહી આવતા સમાજના આગેવાનો સાથે કચેરીનો સંપર્ક કરી પૂછતાછ કરી ત્યારે અધિકારીઓ કંઇ જ કહેવા તૈયાર નહીં થતા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવા ગયા હતા. જ્યાં સમર્થન નહીં મળતા આ તમામ મતદારોએ વાંસદા પોલીસ મથકે વાંધા અરજી કરનારને શોધી કાઢી તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસ વિભાગ પર ભરોસો છેસરકાર દ્વારા નિમાયેલ ચૂંટણી પંચની નવી મતદાર યાદીમાંથી અમારા સમાજના નામો સામે વાંધા અરજી આપનાર કોણ છે ? તેની તપાસ માટે અંદાજિત 700 અરજીઓ વાંસદા પોલીસ મથકે આપી છે. પોલીસ વિભાગ પર અમને ભરોસો છે કે આની પૂર્ણ તપાસ પોલીસ વિભાગ કરશે. > ઇલિયાસ પ્રાણીયા, વાંસદા મુસ્લિમ સમાજ આજે કલેકટરને આવેદનપત્ર આપશેનવસારી જિલ્લા મુસ્લિમ સમાજ આજે નવસારી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વાંધા અરજી આપનાર વ્યક્તિ કોણ છે ? કાયદા વિરુદ્ધ કામ કરી ખોટા ફરિયાદી જેમના નામે રાજકારણ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ મથકે એફઆઈઆર કરીશું અને કોર્ટમાં લઈ જઇશું. > શૈલેષ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા કોંગ્રેસ BLAના વાંધા બાદ BLO દ્વારા મતદારોની થશે ફરી તપાસચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના વિધાનસભામાં BLA હોય છે જેને લાગે ત્યાં વાંધો રજૂ કરે છે. આમાં વાંધા લીધેલા તમામ મતદારોની BLO ફરી તપાસ કરશે અને હશે તો વાંધો નીકળી જશે. >ભાર્ગવ માહલા, પ્રાંત અધિકારી, વાંસદા
વાંસદા વિધાનસભા વિસ્તારના મતદારોને મતદાનનો અધિકાર નકારવામાં આવ્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.