Achira News Logo
Achira News

વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓ વચ્ચે હરિયાણા સરકારે અલ-ફલાહ યુનિવર્સિટીનો કબજો લીધો

Akila News
વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓ વચ્ચે હરિયાણા સરકારે અલ-ફલાહ યુનિવર્સિટીનો કબજો લીધો
Full News
Share:

ફરીદાબાદ:હરિયાણા સરકારે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં ચાલતી ગંભીર વહીવટી અને નાણાકીયગેરરીતિઓનેપગલે સંચાલન પોતાના હસ્તક લઈ લીધું છે. તપાસ સમિતિના અહેવાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયા બાદ ૨૦૦૩ બેચના વરિષ્ઠ IAS અધિકારી અમિત કુમાર અગ્રવાલને યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ ઐતિહાસિક હસ્તક્ષેપને કારણે વર્ષ ૨૦૧૪માં સ્થપાયેલી આ ખાનગી યુનિવર્સિટી હવે સીધી સરકારી દેખરેખ હેઠળ કાર્ય કરશે. યુનિવર્સિટીના કબજા પાછળ માત્ર વહીવટી શિથિલતા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો પણ જવાબદાર હોવાનું મનાય છે. તપાસ એજન્સીઓએ આતંકવાદી કાવતરાના એક કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની કડી શોધી કાઢી હતી, જેના કારણે સમગ્ર સંસ્થાની પ્રવૃત્તિઓ શંકાના દાયરામાં આવી ગઈ હતી. શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પારદર્શિતા લાવવાના હેતુથી સરકારે ડૉ. અજય રંગાને નવા વાઇસ ચાન્સેલર અને ડૉ. રાજીવ સિંઘને પરીક્ષા નિયંત્રક બનાવી યુનિવર્સિટીનું શુદ્ધિકરણ શરૂ કર્યું છે. આ આકરા ફેરફારો છતાં સરકારે સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ આંચ નહીં આવે અને શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ ચાલશે. નવી વહીવટી પાંખ હવે યુનિવર્સિટીની બેંકિંગ અને શૈક્ષણિક બાબતોનું નિરીક્ષણ કરશે જેથી કોઈ પણ અનિયમિતતા બાકી ન રહે. શિક્ષણ ક્ષેત્રે વહીવટી કડકાઈ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે લેવાયેલું આ પગલું અન્ય સંસ્થાઓ માટે પણ એક કડક સંદેશ સમાન માનવામાં આવી રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓ વચ્ચે હરિયાણા સરકારે અલ-ફલાહ યુનિવર્સિટીનો કબજો લીધો | Achira News