જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ (JAU) રાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેર થયેલા “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–2026” માં આ યુનિવર્સિટીએ સમગ્ર ભારતમાં પાંચમું સ્થાન અને ગુજરાત રાજ્યમાં દ્વિ આ પ્રતિષ્ઠિત રેન્કિંગ માટે ફેકલ્ટીની ગુણવત્તા, સંશોધન અને ઇનોવેશન, પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ અને લીડરશીપ જેવા વિવિધ કડક માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ આ સફળતાને રાજ્ય સરકારના સતત સહયોગ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું. આ સિદ્ધિ બદલ કુલપતિએ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ગૌરવ કૃષિ શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે નવા આયામો સર કરવામાં પ્રેરણારૂપ બનશે.આ પ્રસંગે કુલપતિએ તમામ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ વિશ્વ રેન્કિંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે પાંચમો અને ગુજરાતમાં બીજો ક્રમ મળ્યો છે.
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.