Achira News Logo
Achira News

શોભિતા ધુલિપાલાઃ લગ્ન પછી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું

Western Times
શોભિતા ધુલિપાલાઃ લગ્ન પછી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું
Full News
Share:

મારા લગ્નને હજી એક વર્ષ જ થયું છે અને મારી સમગ્ર કારકિર્દી તથા કામ મારી સ્વતંત્ર સફર અને મહેનતથી જ આગળ વધ્યા છે-એ લોકો મારો પરિવાર છે, ઇન્ડસ્ટ્રી નહીં : શોભિતા ધુલીપાલા મુંબઈ,કામ અને અંગત જીવન વચ્ચે બંનેમાંથી કોઈને નુકસાન ન થાય એવું સંતુલન જાળવવા માટે સમજ અને આવડત બંને જરૂરી છે. સમય મર્યાદામાં રહીને કામ કરવામાં અને કૅરિઅરમાં નવા લક્ષ્ય પાર કરવાની હરિફાઇમાં પરિવારને સમય આપવો મુશ્કેલ બની જાય છે. ત્યારે તાજેતરમાં જ સાઉથના સુપર સ્ટુર પરિવારમાં નાગ ચૈતન્ય સાથે લગ્ન પછી પોતાની કૅરિઅર અને જીવનમાં કેવા પરિવાર્તન આવ્યા તે અંગે શોભિતાએ વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં શોભિતાએ કહ્યું, “મારા લગ્નને હજી એક વર્ષ જ થયું છે અને મારી સમગ્ર કારકિર્દી તથા કામ મારી સ્વતંત્ર સફર અને મહેનતથી જ આગળ વધ્યા છે. હું એવા પરિવારમાં પરણી છું, જ્યાં લોકો વારસાગત રીતે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, પરંતુ મારું કામ હંમેશાં અલગ રહ્યું છે. તેથી હું તેમને પરિવાર તરીકે જ જોઉં છું, ઇન્ડસ્ટ્રીના લોકો તરીકે નહીં. જ્યારે હું ઘરે તેમને મળું છું, ત્યારે તેઓ મારા માટે પરિવાર જ છે. કદાચ ભવિષ્યમાં હું આ બાબતને વધુ સારી રીતે સમજી શકીશ, પરંતુ હાલમાં મારી કારકિર્દી અને પરિવાર બંને અલગ-અલગ છે.”પ્રાઇમ વીડિયો પર શોભિતાની મેડ ઇન હેવન સિરીઝ ઘણી લોકપ્રિય છે. ત્યારે તાજેતરમાં તેની નવી ક્રાઇમ થ્રિલર સિરીઝ ચિકાતીલો આવી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ss1

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

શોભિતા ધુલિપાલાઃ લગ્ન પછી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું | Achira News