Achira News Logo
Achira News

શ્રમ કાયદા હેઠળ મંદિર ઉદ્યોગ નથી, પૂજારી કામદાર નથીઃ ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો

Akila News
શ્રમ કાયદા હેઠળ મંદિર ઉદ્યોગ નથી, પૂજારી કામદાર નથીઃ ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો
Full News
Share:

અમદાવાદ,તા.૨૦: એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે ઇન્‍ડસ્‍ટ્રિયલ ડિસ્‍પ્‍યૂટ એક્‍ટની જોગવાઇઓ સ્‍પષ્ટ કરી આપતાં ઠરાવ્‍યું છે કે,‘મંદિર એ કોઇ ‘ઇન્‍ડસ્‍ટ્રી'ની વ્‍યાખ્‍યામાં આવતું નથી અને મંદિરના ‘પૂજારી'ને કાયદાની જોગવાઇઓ મુજબ ‘વર્કમેન' એટલે કે કામદાર ગણી શકાય નહીં.' આ મામલે પૂજારી તરીકે ટર્મિનેટ કરાયેલા અરજદારની અપીલને હાઇકોર્ટ જાસ્‍ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જાસ્‍ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે રદબાતલ કરી છે. નવસારીના એક સાંઇબાબાના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપ્‍યા બાદ મંદિર ટ્રસ્‍ટ દ્વારા પૂજારીની સેવાઓ ટર્મિનેટ કરી દેતાં ઊભા થયેલા એક કાનૂની વિવાદનો આ મામલો છે. જેમાં અરજદાર ઉમેશ્વર દૂબેએ હાઇકોર્ટના સિગલ જજના ચુકાદાની સામે ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. ડિવિઝન બેંચે એક લંબાણપૂર્વકનો ચુકાદો આપતાં નોંધ્‍યું હતું કે,‘સંબંધિત કાયદાની જોગવાઈઓ અને વિશ્‍લેષણને ધ્‍યાનમાં રાખીને એ સ્‍પષ્ટ છે કે અપીલકર્તા મંદિરની સંભાળ રાખતો પૂજારી હોવાથી કલમ ૨(s)મુજબ‘કામદાર' એટલે કે વર્કમેનના કાર્યક્ષેત્રમાં આવતો નથી કારણ કે, મંદિરમાં પૂજારી કોઈ મેન્‍યુઅલ, અકુશળ, કુશળ, ટેકનિકલ, ઓપરેશનલ, કારકૂની અથવા સુપરવાઇઝરી કાર્ય કરતો નથી. પરંતુ તે ફક્‍ત ધાર્મિક સ્‍તોત્રો, ભજન અને આરતીનું કામ કરી તેના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને મંદિરમાં તેનું પઠન કરે છે. આ રીતે એ મંદિરની અન્‍ય પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.' વર્ષ ૨૦૧૭માં હાઇકોર્ટની સિગલ બેંચના ચુકાદાને અપીલકર્તાએ પડકાર ફેંક્‍યો હતો. આ મામલે સિગલ જજે નવસારીની લેબર કોર્ટના આદેશને બહાલી આપતાં અરજદારની અરજીને રદબાતલ કરી હતી અને ઠરાવ્‍યું હતું કે અરજદારને ઇન્‍ડસ્‍ટ્રિયલ ડિસ્‍પ્‍યૂટ એક્‍ટની જોગવાઇઓ હેઠળ વર્કમેન એટલે કે કામદાર ન ગણી શકાય એવો લેબર કોર્ટનો ચુકાદો કાયદેસર અને યોગ્‍ય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

શ્રમ કાયદા હેઠળ મંદિર ઉદ્યોગ નથી, પૂજારી કામદાર નથીઃ ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો | Achira News