વોશિંગ્ટન, 20 માર્ચ :અમેરિકામાં કામ કરવા માટે ભારતીય વ્યાવસાયિકો માટેના મુખ્ય માર્ગ સમાન H-1B વિઝા કાર્યક્રમ આ અઠવાડિયે યુએસ કોંગ્રેસમાં ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સાંસદોએ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને વૃદ્ધ થતી વસ્તીને કારણે ઊભી થયેલી શ્રમની અછતને દૂર કરવા માટે વિઝા સુધારા પર ચર્ચા કરી હતી. યુએસ કોંગ્રેસની ‘જોઈન્ટ ઈકોનોમિક કમિટી’ની સુનાવણીમાં નીતિ નિર્ધારકો અને નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું વર્તમાન લોટરી આધારિત સિસ્ટમ યોગ્ય છે? આ માટે વેતન-આધારિત પસંદગીથી લઈને કામદારોની વધુ ગતિશીલતા (mobility) જેવા અનેક પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. ચેરમેન ડેવિડ શ્વેકર્ટ જણાવ્યું હતું કે અમેરિકા અત્યારે વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહ્યું છે જે લાંબા ગાળે આર્થિક સ્થિરતાને નબળી પાડી શકે છે. તેમણે કહ્યું, “આજે નિવૃત્ત લોકોની સંખ્યા વધી રહી છે જ્યારે કામકાજ કરી શકે તેવા પુખ્ત વયના લોકોની સંખ્યા સ્થિર છે. આ ટકાઉ નથી અને આપણી આર્થિક સુરક્ષા માટે જોખમ છે.” મુખ્ય ચર્ચાઓ અને સૂચનો:સિસ્ટમમાં ફેરફાર:શ્વેકર્ટ ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન H-1B સિસ્ટમ એમ્પ્લોયર-સ્પોન્સર માળખાને કારણે વેતનને દબાવી રાખે છે. તેમણે કૌશલ્ય-આધારિત અથવા ‘પોઈન્ટ-આધારિત’ મોડલની શક્યતાઓ તપાસી હતી. કામદારોની ગતિશીલતા:ડૉ. લ્યુક પરડ્યુએ જણાવ્યું હતું કે જો કામદારોને એક એમ્પ્લોયરથી બીજા એમ્પ્લોયર પાસે જવાની વધુ છૂટ (portability) આપવામાં આવે, તો તેનાથી ઉત્પાદકતા અને વેતનમાં વધારો થઈ શકે છે. વેતન-આધારિત રેન્કિંગ:ડેનિયલ ડી માર્ટિનોએ લોટરી સિસ્ટમને બદલે વેતન-આધારિત રેન્કિંગ સિસ્ટમ લાવવાનું સમર્થન કર્યું હતું, જેથી વધુ કુશળ અને યુવાન કામદારોને પ્રાથમિકતા મળી શકે.
શ્રમની અછત અને વસ્તી વિષયક ચિંતાઓ વચ્ચે યુએસ કોંગ્રેસે એચ-1બી વિઝા કાર્યક્રમ પર ચર્ચા ફરી શરૂ કરી
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.