(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ બોલિવૂડના લોકપ્રિય અભિનેતા શશી કપૂર ની આજે જન્મજયંતિ છે, આ વેળા એ તેમના જીવન ની ઝરમર જોઈએ તો બલબીર રાજ કપૂર ઉર્ફે શશી કપૂર નો જન્મ ૧૮મી માર્ચ ૧૯૩૮ ના રોજ કોલકત્તા ખાતે કપુર પરીવાર માં થયો હતો, પીતા નુ નામ પૃથ્વી રાજ કપૂર હતું, તેમનો જન્મ ભલે કોલકાતા માં થયો પરંતુ તેમનું બાળપણ મુખ્યત્વે મુંબઈ માં પસાર થયું, તેમણે મુંબઈની ડોન બોસ્કો સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો તેમણે પરંપરાગત અભ્યાસ કરતાં વધુ સમય સ્ટેજ અને ફિલ્મો માં આપ્યો. શશી કપૂરને બાળપણથી જ અભિનય અને થિયેટર નું વાતાવરણ મળ્યું,પિતા પૃથ્વી રાજ કપૂર અને ભાઈઓમાં શમ્મી કપૂર, રાજ કપૂર કે જેવો જેવા ફિલ્મ જગત ના ધુરંધર ગણાતા હતા શશી કપૂર નું સાચું નામ તો બલબીર રાજ કપૂર હતું, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લોકોમાં તેઓ ‘‘શશી કપૂર'' નામથી જ વધુ જાણીતા બન્યા, બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને પછી મુખ્ય અભિનેતા બન્યા, તેમની ફિલ્મ કારકીર્દી જોઈએ તો શશી કપૂરે નાની ઉંમરે જ ફિલ્મોમાં કામ શરૂ કર્યું, તેઓ એ પોતાના ભાઈ રાજ કપૂર ની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો.
શશિ કપૂરઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની જન્મજયંતી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.