શહેરમાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રવિવારે સાંજે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે ગીરીરાજ રોડ પર આવેલ અંબિકા કોમ્યુનિટી હોલની પાછળ શેરી નંબર ત્રણ પાસે જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જોકે, આ મળતી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા જોષીપરાની ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા સુનીલભાઇ પંજુમલ હીરાણી, તેના પત્ની કવિતાબેન તથા અંબિકા કોમ્યુનિટી હોલ પાછળ શેરી નંબર 3 બ્લોક નંબર 15માં રહેતા વિનોદકુમાર પંજુમલ આહુજા તેના તેના પત્ની પદ્માબેનને પકડી લઈ રૂપિયા 2550ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં ચાલતી જુગારની સામે પોલીસની કડક કાર્યવાહીથી જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શહેરમાં જાહેર જુગાર પર પોલીસની કાર્યવાહી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.