Achira News Logo
Achira News

સી ડિવિઝન પોલીસે શહેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો

Divya Bhaskar
સી ડિવિઝન પોલીસે શહેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો
Full News
Share:

શહેરમાં સી ડિવિઝન પોલીસે મધુરમમાં એમપી ટાઉનશીપ પાસેથી યુવકની 74 બોટલ દારૂ સાથે અટકાયત કરી 22,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મધુરમ વિસ્તારમાં આવેલા એમ.પી. ટાઉનશીપના ગેટ પાસેથી દિવ્યેશ ઉર્ફે પપ્પુ બટુકભાઈ પિત્રોડા નામનો યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે શખ્સની તપાસ કરતા તેના થેલામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 74 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 22,200નો દારૂ કબજે લઈ દિવ્યેશ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો તેને જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા રાહુલ રબારીએ વ્યક્તિએ પૂરો પાડ્યો હોવાનું જણાવતા તેની સામે કાર્યવાહી કરી હતી. અન્ય કાર્યવાહીમાં સી ડિવિઝન પોલીસે બીલખા રોડ પર રામદિવસ સામેથી રામનિવાસ સામેથી મધુરમ મંગલધામના સમીર દાના ભાઈ લીંબોલાને રૂપિયા 200ના ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સી ડિવિઝન પોલીસે શહેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો | Achira News