Achira News Logo
Achira News

સુઇગામ પોલીસે અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, યુવાનને બચાવ્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી

Sandesh
સુઇગામ પોલીસે અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, યુવાનને બચાવ્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી
Full News
Share:

સુઈગામ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરી પોલીસને સોશિયલ મીડિયા દ્વારા પડકાર ફેંકનારા ત્રણ અપહરણકર્તાઓને સુઈગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી ભોગ બનનાર યુવકને સહીસલામત છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુઈગામ તાલુકાના એટા ગામ નજીકથી હિતેષ લાલજીભાઈ આશલ રહે. ખડોલ નામના યુવકનું ત્રણ શખ્સો દ્વારા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પી.આઈ. એચ.એમ.પટેલ તથા સુઈગામ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા અને ભોગ બનનારને વાપી-વલસાડ તરફ્ લઈ ગયા હોવાની આશંકા હતી. જોકે, પોલીસે હિંમત હાર્યા વગર સીસીટીવી(CCTV)ફૂટેજની ચકાસણી કરી, મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વલન્સનો ઉપયોગ કરી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર વોચ ગોઠવી હતી. અંતે, પોલીસે મધ્યરાત્રિએ પૂર્વ કચ્છ જિલ્લાના ભુજ પાસેના એક ગામમાં ઓપરેશન પાર પાડી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને યુવકને મુક્ત કરાવ્યો હતો.ઝડપાયેલ આરોપીઓમાં જગદીશ ધર્મશીભાઈ સોલંકી (રહે. જઝામ, તા. સાતલપુર, જિ. પાટણ). પિયુષ પથુભાઈ પારેગી (રહે. મોરવાડા,તા. સુઈગામ) અને પ્રવીણ કરસનભાઈ પારેગી (રહે. મોરવાડા, તા. સુઈગામ) પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી અપહરણ પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુઇગામ પોલીસે અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, યુવાનને બચાવ્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી | Achira News