Achira News Logo
Achira News

સગીરને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરવા બદલ મ્યુનિસિપલ કર્મચારીને 2 વર્ષની જેલની સજા

Divya Bhaskar
સગીરને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરવા બદલ મ્યુનિસિપલ કર્મચારીને 2 વર્ષની જેલની સજા
Full News
Share:

વલસાડ નગરપાલિકાના એક 59 વર્ષના આધેડ કર્મચારીએ એક સગીરાને ઘરમાં બોલાવી મોબાઇલ પર બિભત્સ ફોટો બતાવી આપણે એવું કરવાનું છે તે કહેતાં સગીરા ગભરાઇને ભાગી છુટી હતી. આ કેસની ફરિયાદ થતાં વલસાડ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. વલસાડમાં પાલિકાના કર્મચારી નગીન મગનભાઇ પટેલ કુકણાં 1996થી સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હતો તેને મોઢાનું કેન્સર પણ થયું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરી 2025ના રોજ તે પોતાના ઘરમાં હતો ત્યારે એક સગીરાને બોલાવી હતી. આ સગીરા તેને દાદા કહેતી હતી તેણીને આરોપી કર્મીએ તેના મોબાઇલમાં બિભત્સ ફોટો અને વીડિયો જોઇ રહ્યો તો તે વીડિયો અને ફોટો બતાવી આપણે આવું કરવાનું છે કહેતા સગીરા ગભરાઇને ત્યાંથી ભાગી ગઇ હતી. બાદમાં તેણીની માતાને આ વાત ખબર પડતાં વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ કાર્યવાહી કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસની સુનાવણી થતાં અંતિમ હિયરિંગમાં એજીપી ભરતભાઇ પ્રજાપતિ અને એન. ડી. પ્રજાપતિની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ નિપા સી.રાવલે આરોપી નગીન પટેલને 2 વર્ષની સજા અને રૂ.20 હજારનો દંડ હુકમ કરી સજા ફટકારી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સગીરને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરવા બદલ મ્યુનિસિપલ કર્મચારીને 2 વર્ષની જેલની સજા | Achira News