Achira News Logo
Achira News

સિંઘવાડ તાલુકાની શેઠ હાઈસ્કૂલમાં શાંતિપૂર્ણ વાતાવરણને કારણે CETની પરીક્ષા પાસ

Sandesh
સિંઘવાડ તાલુકાની શેઠ હાઈસ્કૂલમાં શાંતિપૂર્ણ વાતાવરણને કારણે CETની પરીક્ષા પાસ
Full News
Share:

સિંગવડ તાલુકા જી.એલ. શેઠ હાઈસ્કૂલ ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આયોજન કરાયું હતું. જેમાં 296 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. સિંગવડ તાલુકા નગર સ્થિત જી એલ શેઠ હાઈસ્કૂલ ખાતે ધો. 6માં એડમિશન મેળવવા માટેની કોમન એન્ટરન્સ ટેસ્ટ યોજાયા હતા. સરકાર દ્વારા સંચાલિત ગુણવત્તા યુક્ત શિક્ષણ અને ભોજન, ગણવેશ સહિત રહેવાની મફ્ત સુવિધાવાળી શાળાઓમાં એડમિશન મેળવવા માટે યોજાયેલી આ પરીક્ષામાં 296 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાં એક વિદ્યાર્થીએ એડિશનલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી જ્યારે સિંગવડ તાલુકાના મેથાણ ગામના ભૂત ફ્ળિયા વર્ગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ભાભોર રાજેશ્વરીબેન શંકરભાઈનું પરીક્ષામાં બેસવા માટેનું એડમિટ કાર્ડ ડાઉનલોડ ન થતાં શાળા પરિવાર અને સ્થાનિક તંત્રના પ્રયત્નોથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી પરીક્ષા આપવાની મંજૂરી આપતા સિંગવડ ખાતે એડિશનલ વિદ્યાર્થી તરીકે તેને પરીક્ષા આપવામાં સરકાર મદદરૂપ બની હતી. વહેલી સવારથી જ CET પરીક્ષાના પરીક્ષાર્થીઓ સિંગવડ સેન્ટર ખાતે આવી ચૂક્યા હતા. ત્યારે પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે 12:30થી ચાલુ થયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી. સિંગવડ ખાતે બે બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન થયું હતું. કુલ 14 બ્લોકમાં લેવાયેલી પરીક્ષામાં 22 જેટલા કર્મચારીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા પૂર્ણ કરવા માટે નિરીક્ષણ સેવા આપી હતી. જ્યારે 107 જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સિંઘવાડ તાલુકાની શેઠ હાઈસ્કૂલમાં શાંતિપૂર્ણ વાતાવરણને કારણે CETની પરીક્ષા પાસ | Achira News