Achira News Logo
Achira News

સ્ટાર્ટ-અપ્સ માટે ગુજરાત ભારતનું ટોચનું રાજ્ય બન્યું

Akila News
સ્ટાર્ટ-અપ્સ માટે ગુજરાત ભારતનું ટોચનું રાજ્ય બન્યું
Full News
Share:

અમદાવાદ તા.૨ ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે‌ તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO' વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સ્ટાર્ટ-અપ્સ માટે ગુજરાત ભારતનું ટોચનું રાજ્ય બન્યું | Achira News