Achira News Logo
Achira News

સૂત્રાજ ગામઃ ભૌગોલિક પડકારો વચ્ચે વિકાસનું એક મોડેલ

Divya Bhaskar
સૂત્રાજ ગામઃ ભૌગોલિક પડકારો વચ્ચે વિકાસનું એક મોડેલ
Full News
Share:

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના છેવાડાના ઘેડ વિસ્તારમાં આવેલું સૂત્રેજ ગામ આજે એક મોડેલ ગામ તરીકે ઉભરી રહ્યું છે. આશરે 1500ની વસ્તી અને 70 ટકા સાક્ષરતા ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગામમાં સીસી રોડ, દરેક ઘરે નળ કનેક્શન, શૌચાલય અને સીસીટીવી ક આરોગ્ય માટે સરકારી દવાખાનુ, શિક્ષણ માટે પ્રાથમિક શાળા અને બે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા માટે સોર્સ ખાડાઓ બનાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે. જોકે, વિકાસની સાથે આ ગામ ભૌગોલિક પડકારોનો પણ સામનો કરે છે. સરપંચ રાજુભાઈ સુત્રેજાના જણાવ્યા મુજબ, ઘેડ વિસ્તારમાં હોવાને કારણે દર ચોમાસે વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાય છે. સીમમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ગામ અન્ય વિસ્તારોથી સંપર્કવિહોણું બની જાય છે, જે સ્થાનિકો માટે વર્ષો જૂની સમસ્યા છે. ધાર્મિક આસ્થાને લઈને પણ પ્રખ્યાતસૂત્રેજ ગામ માત્ર સુવિધાઓ જ નહીં, પણ ધાર્મિક આસ્થા માટે પણ જાણીતું છે. અહીં આવેલું મા મોમાઈનું મંદિર વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે. લોકવાયકા મુજબ, વિક્રમ સંવત 1899માં સુથાર જ્ઞાતિના એક ભુવા માધવપુરના પાતા ગામ પાસેના દરિયામાંથી શંખ સ્વરૂપે માતાજીને લાવ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં નતમસ્તક થાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૂત્રાજ ગામઃ ભૌગોલિક પડકારો વચ્ચે વિકાસનું એક મોડેલ | Achira News