મહેસાણા–પાલનપુર હાઇવે પરસરસ્વતી નદી ઉપર મંજૂર નવાબ્રિજના કામ માટે ચાલી રહેલીરોડ માર્કિંગ (હદ માપણી)ની કામગીરી દરમ્યાન માર્ગ અનેમકાન પેટા વિભાગ સિદ્ધપુરના અધિકારીઓ પર હુમલાનીગંભીર ઘટના સામે આવી છે. પાલનપુરનાં સાગ્રોસણાગામના વતની અને માર્ગ અનેમકાન પેટા વિભાગ સિદ્ધપુરમાંઅધિક મદદનીશ ઇજનેર તરીકેફરજ બજાવતાં પરેશભાઈગમાનભાઈ જુડાળા(ચૌધરી)સાંજના આશરે 4:00 તેઓપોતાની ટીમ સાથે માપણી કરીરહ્યા હતા. તેમની સાથે કચેરીનાકર્મચારી સંજીવકુમાર ખોડાભાઈપ્રજાપતિ, મયંકકુમાર ધનાભાઈડામોર અને DILRના સર્વેયરહરેશભાઈ હાજર હતા. સરસ્વતી નદીના ખળી ચારરસ્તા પાસે મહાવીર સ્ક્રેપ નજીકપહોંચતા ત્રણ શખ્સોએ અમનેપૂછ્યા વિના માપણી કેમ કરોછો કહીં અપશબ્દો બોલીઉશ્કેરાટ કર્યો હતો. ગડદાપાટુનીમારઝૂડ કરી કપડાં ફાડી નાખ્યાઅને જીવતા જશો નહીં એવીજાનથી મારી નાખવાની ધમકીઆપી હતી. તપાસમાં એક આરોપીનીઓળખ સિદ્ધપુરના મનોહરસિંહઉદેસિંહ ઠાકોર તરીકે થઈ છે,જ્યારે બે અન્ય અજાણ્યા શખ્સોછે. જાહેર સેવકોની કાયદેસરફરજમાં અડચણ, હુમલો અનેધમકી આપવા બદલ સિદ્ધપુરપોલીસ મથકમાં અધિકમદદનીશ ઇજનેર પરેશભાઈગમનભાઈ ચૌધરીએ ફરિયાદનોંધાવી હતી.
સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.