Achira News Logo
Achira News

સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા સામેના ગુનાહિત કેસને રદ કર્યો

Akila News
સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા સામેના ગુનાહિત કેસને રદ કર્યો
Full News
Share:

નવી દિલ્‍હી તા.૨૦: ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક ફિલ્‍મ નિર્માતા સામે દાખલ કરાયેલ છેતરપિડીનો ફોજદારી કેસ રદ કર્યો, જે ફાઇનાન્‍સરને દેવાના પૈસા ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યા હતા. ન્‍યાયાધીશ પી.એસ. નરસિહા અને ન્‍યાયાધીશ મનોજ મિશ્રાની બેન્‍ચે કહ્યું કે, અમારા મતે, મદ્રાસ હાઇકોર્ટે એ હકીકતને અવગણી હતી કે ફિલ્‍મ નિર્માણ એક ઉચ્‍ચ જોખમ ધરાવતો વ્‍યવસાય છે. કોઈપણ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે ફિલ્‍મ નફો કરશે કે ફલોપ જશે. બેન્‍ચે વધુમાં જણાવ્‍યું હતું કે, જો કોઈ વ્‍યક્‍તિ ફિલ્‍મમાં રોકાણના બદલામાં નફામાં હિસ્‍સો મેળવવા માટે સંમત થાય છે, તો તેશૂન્‍ય વળતરનું જોખમ પણ ઉઠાવે છે. કોર્ટના જણાવ્‍યા અનુસાર, પાર્ટીઓ વચ્‍ચેની લેવડ-દેવડની પ્રકૃતિ નક્કી કરવામાં એક મહત્‍વપૂર્ણ કારક એ હતું કે શું રોકાણકારને અપરાધિક કાર્યવાહી શરૂ કરવાની પરવાની આપવી જોઈએ કે ફોજદારી ઉપચાર અપનાવવો જોઈએ. દુર્ભાગ્‍યવશ, હાઈકોર્ટે આ મહત્‍વપૂર્ણ પક્ષને નજરઅંદાજ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્‍ચે નોંધ્‍યું હતું કે છેતરપિડીના ગુનાને સ્‍થાપિત કરવા માટે, વચન અથવા કરાર કરવામાં આવે તે જ ક્ષણે કપટી ઇરાદો અસ્‍તિત્‍વમાં હોવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટના આદેશને રદ કરતા, બેન્‍ચે અવલોકન કર્યું, એ દર્શાવવું આવશ્‍યક છે કે વચન આપવામાં આવ્‍યું ત્‍યારે વ્‍યક્‍તિનો ઈરાદો અપ્રમાણિક અથવા કપટપૂર્ણ હતો. વચન પૂર્ણ કરવામાં માત્ર પછીથી નિષ્‍ફળતા એ અનુમાન કરવાનો આધાર બની શકે નહીં કે તેમનો ઈરાદો શરૂઆતથી જ દુર્ભાવનાપૂર્ણ હતો. હાલના કેસનો ઉલ્‍લેખ કરતા, બેન્‍ચે ટિપ્‍પણી કરી કે અપીલકર્તા (ફિલ્‍મ નિર્માતા) નો શરૂઆતથી જ કોઈ દુર્ભાવનાપૂર્ણ ઈરાદો હતો તેવું સૂચવવા માટે કંઈ નથી. કોર્ટે સ્‍પષ્ટતા કરી, જો આ એવો કેસ હોત જ્‍યાં અપીલકર્તાએ પૈસા ઉછીના લીધા હોત અને ફિલ્‍મ બનાવવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ ગયા હોત, તો છેતરપિડી કરવાનો ઈરાદો અનુમાનિત થઈ શક્‍યો હોત. જો કે, આ કિસ્‍સામાં, એવો કોઈ આરોપ નથી કે ફિલ્‍મનું નિર્માણ થયું ન હતું; તેનાથી વિપરીત, ફિલ્‍મ ખરેખર બનાવવામાં આવી હતી અને પછી રિલીઝ કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા સામેના ગુનાહિત કેસને રદ કર્યો | Achira News