નવી દિલ્હી,તા.૨૦: હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવા પર લગામ કસાશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના નિયમોને કડક બનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે હવે ‘તારીખ પે તારીખ'નો દોર લગભગ ખતમ થશે અને માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ સુનાવણી ટાળવામાં આવશે. કોર્ટે જારી કરેલાં સર્ક્યુલરમાં જણાવાયું છે કે અગાઉના ૨૯ નવેમ્બર ૨૦૨૫ અને ૨ ડિસેમ્બર ૨૦૨૫ના નિર્દેશોના સ્થાને હવે નવો નિયમ લાગુ થશે. આ અંતર્ગત અલગ-અલગ પ્રકારના કેસો માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સૌથી કડક નિર્ણય‘રેગ્યુલર કેસો' અંગે લેવાયો છે. આ કેસોમાં હવે કોઈપણ પ્રકારનું એડજર્નમેન્ટ આપવામાં આવશે નહીં. એટલે કે જો કેસ લિસ્ટેડ છે, તો કોઈ પણ બહાના વગર તેની સુનાવણી થશે.સાથે જ ‘ફ્રેશ' અને ‘આફટર-નોટિસ' કેસોમાં પણ છૂટ મર્યાદિત કરી દેવામાં આવી છે. જો કોઈ પક્ષકારે સુનાવણી ટાળવી હોય, તો તેણે અગાઉથી બીજી પાર્ટીને તેની જાણકારી આપવી પડશે અને તેનો પુરાવો પણ આપવો પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ પહેલા સવારે ૧૧ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. એટલું જ નહીં, બીજી પાર્ટીને પણ આના પર વાંધો ઉઠાવવાની તક મળશે. તે બપોરે ૧૨ વાગ્યા સુધી ઈમેલ દ્વારા પોતાનો વાંધો નોંધાવી શકે છે, જેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. કોર્ટે એ પણ ફરજિયાત બનાવ્યું છે કે એડજર્નમેન્ટ માંગનારે નક્કર કારણ જણાવવું પડશે અને એ પણ જણાવવું પડશે કે અગાઉ કેટલી વાર તારીખ લેવામાં આવી છે. વ્યાજબી કારણ વગર હવે સુનાવણી ટાળવી શક્ય બનશે નહીં. સર્ક્યુલર મુજબ, માત્ર અસાધારણ સંજોગોમાં જ તારીખ મળશે. જેમ કે પરિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી અથવા અન્ય કોઈ નક્કર અને વાસ્તવિક કારણ, જેને કોર્ટ સંતોષકારક માને.
સુપ્રીમ કોર્ટે ભારતીય અદાલતોમાં સુનાવણીના નવા નિયમો રજૂ કર્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.