વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? હાલમાં વસ્તીગણતરીની પ્રક્રિયા વસ્તીગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ તથા વસ્તીગણતરી કમિશનરને એ સૂચન પર વિચાર કરવા જણાવ્યું છે, જેમાં ૨૦૨૭ની વસ્તીગણતરીમાં જાતિની ગણતરી માત્ર ‘સ્વ-ઘોષણા’ ને બદલે એક ચોક્કસ પ્રણાલીના આધારે કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. વસ્તીગણતરીમાં નાગરિકોની જાતિ સંબંધિત વિગતો નોંધવા, વર્ગીકૃત કરવા અને તેને ચકાસવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.ઝ્રત્નૈં સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “આમાં એક સુસંગત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેથી સક્ષમ સત્તાધિકારીઓએ વસ્તીગણતરી અધિનિયમ ૧૯૫૮ હેઠળ આ સૂચનો પર વિચાર કરવો જોઈએ.” ખંડપીઠે અરજદાર અને શિક્ષણવિદ આકાશ ગોયલને જણાવ્યું હતું કે, જાતિ સંબંધિત આંકડાઓની ઓળખ માટે અગાઉથી નક્કી કરેલો કોઈ ડેટા નથી. આ ઉપરાંત ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, વસ્તીગણતરીની પ્રક્રિયા વસ્તીગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે. આ કાયદો પ્રતિવાદી સત્તાધિકારીઓને વસ્તીગણતરી કરવાની વિગતો અને પદ્ધતિઓ નક્કી કરવાની સત્તા આપે છે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનરની કચેરી કોઈપણ ભૂલ ટાળવા માટે નિષ્ણાતોની મદદથી એક મજબૂત વ્યવસ્થા વિકસાવી ચૂકી હશે. અરજદાર ગોયલ વતી વરિષ્ઠ એડવોકેટ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે, નાગરિકોની જાતિની વિગતો નોંધવા અને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતું પ્રશ્નાવલી પત્રક પારદર્શક હોવું જોઈએ અને તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે સરકારને 2027ની વસ્તી ગણતરીમાં જાતિના આંકડા એકત્ર કરવા માટે ચોક્કસ પ્રણાલી પર વિચાર કરવા કહ્યું
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.