Achira News Logo
Achira News

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અને ભારત-યુએસ ડીલની અસર હેડલાઇન વ્યસ્ત સમાચાર દિવસ

Divya Bhaskar
સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અને ભારત-યુએસ ડીલની અસર હેડલાઇન વ્યસ્ત સમાચાર દિવસ
Full News
Share:

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે જોડાયેલા રહ્યા. કોર્ટે કહ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં છે. બીજા મોટા સમાચાર ભારત-US ડીલની અસરના રહ્યા. આના કારણે માર્કેટ વધ્યું અને રૂપિયો મજબૂત થયો. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન તેલંગાણાના મહેબૂબનગરમાં રેલી કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰કાલના મોટા સમાચારો 1. લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો:નરવણે પર આર્ટિકલ દેખાડ્યો, તો સ્પીકરે રોક્યા; પેપર ઉછાળનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે હંગામો થયો. રાહુલે મંગળવારે બપોરે 2 વાગ્યે પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના આર્ટિકલને સદનમાં રજૂ કર્યો અને કહ્યું- મને બોલવા દેવામાં આવે. તેમના આમ કહેતા જ NDAના સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેઓ 14 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાહુલે કહ્યું- 'મને પરવાનગી આપવામાં આવી રહી નથી. મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. હું વિરોધ પક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું બસ જણાવી રહ્યો છું કે ચીન-ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.'વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકી ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન: કહ્યું- એન્જિનિયરિંગ, કાપડ અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો; ટ્રમ્પનો આભાર, તેમણે દોસ્તીનું માન રાખ્યું અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું.વાંચો સંપૂર્ણ સમાચાર… 3. SCએ કહ્યું- જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં:રમતની ઓળખ માત્ર ખેલાડીઓથી; મહારાષ્ટ્ર એસોસિએશનની ચૂંટણી પરથી સ્ટે હટાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ક્રિકેટ અને અન્ય રમતગમત સંઘોના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે રમતગમત સંસ્થાઓનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જેઓ રમતને સમજતા હોય. ક્રિકેટ સંઘોમાં નિવૃત્ત ક્રિકેટરોને સ્થાન મળવું જોઈએ, ન કે એવા લોકોને જેમને બેટ પકડતા પણ નથી આવડતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પર રોક લગાવવામાં આવી હતી. આ ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ તેમાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. CJIએ MCAમાં અચાનક સભ્યો વધવા પર સવાલ ઉઠાવ્યો સુનાવણી દરમિયાન CJIએ MCAની સભ્યપદમાં અચાનક થયેલા વધારા પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે રેકોર્ડનો હવાલો આપતા કહ્યું કે 1986થી 2023 સુધી એસોસિએશનમાં 164 સભ્યો હતા, પરંતુ ત્યારબાદ અચાનક મોટી સંખ્યામાં નવા સભ્યો ઉમેરવામાં આવ્યા.વાંચો સંપૂર્ણ સમાચાર… 4. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા CM બનશે:ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા; રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી હશે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ભાજપના સૂત્રો અનુસાર, કુકી-જો સમુદાયને સંતુષ્ટ કરવા માટે 10 કુકી ધારાસભ્યોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન મણિપુરના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષકો તરુણ ચુગ, સંબિત પાત્રા અને મણિપુરના પૂર્વ સીએમ બીરેન સિંહ પણ હાજર રહ્યા હતા. મણિપુરથી NDAના લગભગ 20 ધારાસભ્યો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો સોમવારે કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર રાજધાની પહોંચ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર 5. સેન્સેક્સમાં 2,073 પોઈન્ટની તેજી, કારણ-ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા:83,739 પર બંધ, નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો ઉછાળો; અદાણીના શેર 11% સુધી વધ્યા 3 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 2073 પોઈન્ટ (2.54%) વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી પણ 639 પોઈન્ટ (2.55%) વધીને 25,728 પર બંધ થયો. ટ્રમ્પે ભારત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા, જેના કારણે બજારમાં તેજી રહી. રિયલ્ટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.79% વધ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો વધીને બંધ થયા. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTV:રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં ધોળા દિવસે છરીના 7 ઘા ઝીંકી ખૂની ખેલ, હત્યારો બાઇક પર ફરાર રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 🎭આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયા ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ:ગઈકાલે લંડન-બેંગલુરુ વિમાનની સ્વીચ લોક થઈ રહી નહોતી; પ્લેનની ઉડાન પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ-પ્રિયંકા ખભે હાથ નાખીને સંસદ પહોંચ્યા:કોંગ્રેસના સાંસદે 'યાર' કહ્યું તો પીઠાધિકારી કૃષ્ણા પ્રસાદ ભડક્યા, વિપક્ષે બે વાર સ્પીકર પર કાગળો ફેંક્યા; મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેની ક્રાઉન પ્રિન્સેસે જાતીય અપરાધીને સ્વીટહાર્ટ કહ્યું:એપસ્ટીન ફાઇલોમાં 1000 વખત નામ આવ્યું; દીકરો બળાત્કાર સહિત 38 કેસોમાં આરોપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ફરી ચમકી, ત્રણ દી ભાવ ઘટ્યા પછી વધ્યા:કિલોએ 17,000નો વધારા સાથે 2.53 લાખ થયા, 4 લાખે પહોંચ્યા પછી જોરદાર કડાકો બોલ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપનો કેપ્ટન્સ ડે બે શહેરોમાં યોજાશે:મુંબઈમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન ભાગ લેશે, ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળી પર દુર્લભ સંયોગ: ભદ્રા અને ચંદ્રગ્રહણ એકસાથે:ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ; શુભ કાર્યો અને મંદિર દર્શન વર્જિત વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ચર્ચિત નિવેદન 😲અજબ ગજબ ગાય ખરીદવા ગયેલા શખ્સના જબરદસ્તી લગ્ન બિહારના ખગડિયામાં યુવકને ગાય ખરીદવાના બહાને બોલાવવામાં આવ્યો. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને બંધક બનાવી લીધો અને હથિયારના જોરે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. 📸ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય: પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા 2.મોદી જ નહીં, નહેરુના જમાનાથી સેના સાથે વિવાદ ચાલે છે: પૂર્વ એડમિરલે પુસ્તક લખ્યું ને રક્ષામંત્રીએ ખુરસી ગુમાવી; વાંચો નરવણેના પુસ્તક અને સરકાર-સેના વચ્ચેના તણાવના કિસ્સા 3.‘બજરંગ દળથી પરિવાર ડર્યો, દીકરીની શાળા છૂટી’: મુસ્લિમ દુકાનદારને સપોર્ટ કરનારા ‘મોહમ્મદ દીપક’નું જિમ બંધ, બજરંગ દળે કહ્યું, ટાર્ગેટ પર છો 4.Editor's View: 32 મિનિટમાં જ અમેરિકા ઘૂંટણિયે: મોદી માટેના ટ્રમ્પના શબ્દો સાચા પડ્યા, એક ફોનમાં રાતોરાત ખેલ પડી ગયો, જાણો ટ્રેડ ડીલ અને તમારા નફા-નુકસાનની વાત 🌍કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિનો દિવસ આર્થિક દૃષ્ટિએ ભાગ્યશાળી રહેશે, વૃશ્ચિક જાતકોના મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશેવાંચો સંપૂર્ણ રાશિફળ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અને ભારત-યુએસ ડીલની અસર હેડલાઇન વ્યસ્ત સમાચાર દિવસ | Achira News