નવી દિલ્હી: ભારતે અવકાશ વિજ્ઞાનમાં વધુ એક મોટી છલાંગ લગાવી છે. બેંગલુરુના સ્ટાર્ટઅપ 'GalaxEye' દ્વારા બનાવવામાં આવેલો ભારતનો સૌથી મોટો ખાનગી સેટેલાઈટ 'દ્રષ્ટિ' (Drishti) સ્પેસએક્સના રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે 'OptoSAR' ટેકનોલોજીથી સજ્જ છે, જે ઓપ્ટિકલ ઈમેજિંગ અને રડાર (SAR) ને એકસાથે જોડે છે. એટલે કે, જ્યારે સામાન્ય કેમેરા વાદળો કે અંધારામાં ફેઈલ થઈ જાય, ત્યારે આ 'દ્રષ્ટિ' અંધારામાં અને ખરાબમાં ખરાબ હવામાનમાં પણ ૧.૫ મીટરની હાઈ-રિઝોલ્યુશન તસવીરો ઝડપી શકશે.ભારત ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ દેશ છે. અહીં મોટાભાગે વાદળો છવાયેલા રહે છે. NASAની એક સ્ટડી અનુસાર પૃથ્વી પર 70% જમીન અને 90% સમુદ્ર હંમેશા વાદળોથી ઢંકાયેલા રહે છે. પશ્ચિમી દેશોમાં આ સમસ્યા ઓછી છે, તેથી તેમણે ક્યારેય આવો સેટેલાઇટ બનાવ્યો નથી. જોકે ભારત માટે આ ખૂબ જ જરૂરી છે. હવે ભારતે અમેરિકન કોમર્શિયલ સેટેલાઇટ્સ પર નિર્ભર રહેવું નહીં પડે.જો આ સેટેલાઇટ પહેલાથી કાર્યરત હોત, તો Operation Sindoor જેવા અભિયાનોમાં બોમ્બિંગના નુકસાનનું મૂલ્યાંકન ભારત પોતે કરી શક્યું હોત. હાલ ઘણીવાર અમેરિકન કંપનીઓ ઇમેજ શેર કરતી નથી. દૃષ્ટિ સેટેલાઇટ પાકિસ્તાન અને ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં ભારતની ક્ષમતા ઘણી વધારી દેશે. તે દિવસ-રાત, વાદળો વચ્ચે પણ નજર રાખી શકશે.આ સેટેલાઇટ લગભગ 190 કિલોગ્રામ વજનની છે, જે ભારતીય ખાનગી ક્ષેત્ર માટે ખૂબ મોટી ગણાય છે. પહેલી સેટેલાઇટ 1.5 મીટર રિઝોલ્યુશનની તસવીરો આપશે અને 0.5 મીટરથી 0.3 મીટર સુધી રિઝોલ્યુશન લાવવાની યોજના છે. બંને સેન્સર (ઓપ્ટિકલ અને SAR)નું રિઝોલ્યુશન સમાન રાખવામાં આવ્યું છે. આ ભારતની સૌથી વજનદાર અને હાઇ રિઝોલ્યુશન ધરાવતી ખાનગી સેટેલાઇટ છે.દૃષ્ટિ પહેલી સેટેલાઇટ છે. કંપની 10 સેટેલાઇટ્સની મોટી કોન્સ્ટેલેશન બનાવવા જઈ રહી છે. તેના દ્વારા સમગ્ર ભારત અને પડોશી વિસ્તારો પર સતત નજર રાખવી શક્ય બનશે. ઇમરજન્સી, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ અને સુરક્ષા માટે તે અત્યંત ઉપયોગી રહેશે.આ સમગ્ર ટેક્નોલોજી GalaxEyeની પોતાની છે. કંપનીએ તેનું પેટન્ટ ભારત તેમજ વિશ્વભરમાં કરાવ્યું છે. સુયશ સિંહ મુજબ આ ટેક્નોલોજી વિશ્વ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની શકે છે. અન્ય દેશો પણ ભારત પાસેથી આવા સોવરીન સેટેલાઇટ જૂથ ખરીદી શકશે.
સ્પેસએક્સ દ્વારા પ્રક્ષેપિત ભારતનો'દૃષ્ટિ'ઉપગ્રહ, અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી રહ્યો છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.