Achira News Logo
Achira News

સરકારી શાળાને ખાનગી શાળા તરફથી લાઉડસ્પીકર અવાજની ફરિયાદો અંગે નોટિસ મળી

Divya Bhaskar
સરકારી શાળાને ખાનગી શાળા તરફથી લાઉડસ્પીકર અવાજની ફરિયાદો અંગે નોટિસ મળી
Full News
Share:

મુખ્યમંત્રીએ જે શાળાને પ્રેરણા ગણાવી તે સરકારી શાળા કવિ દુલા કાગને ખાનગી શાળાને ઇશારે ડીઇઓ-શાસનાધિકારીએ નોટિસ આપી છે. સરકારી શાળાને સરકારી તંત્રની નોટિસ મળ્યાનો કિસ્સો બન્યો છે. કવિ દુલા કાગને અડીને આવેલા ગુરુકૂળ વિદ્યાલયે પ્રાર્થનામાં સ્પીકર જોરથી વ હરણી-વારસિયા રિંગ રોડ પર શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ શાળા રાજ્યભરમાં રોલ મોડલ સમાન છે. આ શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય છે તેમજ ધારાસભ્યો અને કાઉન્સિલરો ભલામણપત્રો લખી આપતા હોય છે ત્યારે આ શાળાને નોટિસ અપાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કવિ દુલા કાગ શાળાની દીવાલને અડીને ખાનગી શાળા ગુરુકૂળ વિદ્યાલય આવેલી છે. તેના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરાઈ હતી કે, કવિ દુલા કાગ શાળા દ્વારા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડાય છે. જે સંદર્ભે ઇ.ડીઇઓ મહેશ પાંડેએ શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિપુલ ભરતિયા પાસે ગુરુકૂળ વિદ્યાલયના ફરિયાદ સંદર્ભે જવાબ માગ્યો હતો. જેથી શાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ મોકલી 3 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. શાળામાં ખાનગી શાળા કરતાં વધારે સુવિધા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી અરજી આવી હતી, જવાબની પ્રક્રિયા કરી છેઅરજદારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજી કરી હતી. જેને ડીઇઓએ સમિતિમાં મોકલી હતી. જેથી પ્રક્રિયાના ભાગરૂપે શાળા પાસેથી માત્ર જવાબ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે.> વિપુલ ભરતિયા, શાસનાધિકારી શાળાએ ડીઇઓમાં અરજી કરી હતી, તે શાસનાધિકારીને તબદીલ કરી છેગુરુકૂળ વિદ્યાલયે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કવિ દુલા કાગ શાળા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડતી હોવાની અરજી કરી હતી. જોકે સમિતિની સ્કૂલ હોવાથી તે અરજીને શાસનાધિકારીને તબદીલ કરી છે.> મહેશ પાંડે, ઇ. ડીઇઓ નવા સત્ર માટે કવિ દુલા કાગમાં 124 વિદ્યાર્થીના પ્રવેશનું વેઇટિંગખાનગી શાળાની જેમ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર ડિસેમ્બર-2025માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. દર વર્ષે પ્રવેશના ધસારાના પગલે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બાલવાટિકાથી ધો.8 સુધીમાં 259 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા છે. જ્યારે 124 વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે. કવિ દુલા કાગમાં 1031 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે સમિતિની તમામ શાળાઓમાં સૌથી વધારે છે. કવિ દુલા કાગ પ્રાથમિક શાળાને 3 દિવસમાં ખુલાસો આપવા જણાવાયુંશાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને જે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગુરુકૂળ વિદ્યાલયે કરેલી અરજી સંદર્ભથી તમને જાણ કરવામાં આવે છે કે, શાળા દ્વારા વારંવાર રજૂઆત છતાં લાઉડ સ્પીકર જોર જોરથી વગાડવા સંદર્ભે ફરિયાદ કરવામાં આવેલી છે. જે બાબતોનો ખુલાસો 3 દિવસમાં કરવાનો રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સરકારી શાળાને ખાનગી શાળા તરફથી લાઉડસ્પીકર અવાજની ફરિયાદો અંગે નોટિસ મળી | Achira News