નવી દિલ્હી તા.17 :બાંગલાદેશ ક્રિકેટમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. બાંગલાદેશક્રિકેટ બોર્ડ (બીસીબી)માં સરકારની વારંવારની દખલગીરીને લીધે આઇસીસીના પ્રતિબંધની નોબતઉભી થઇ છે. ખુદ બીસીબીએ સરકારને ચેતવણી આપી છે કે વારંવારના હસ્તક્ષેપને લીધે ઇન્ટરનેશનલલેવલે ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે. બાંગલાદેશ સરકારના ખેલ મંત્રાલયે બીસીબી ચૂંટણીનીકથિત ગરબડ માટે પાંચ સભ્યની તપાસ સમિતિ બનાવી છે. જે બારામાં બીસીબીના પદાધિકારીઓ કહેછે કે કોઇ ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલ આઇસીસીના નિયમનું ઉલ્લંઘન છે. આથી પ્રતિબંધમુકી શકાય છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇસીસીએ અગાઉ સરકારી દખલગીરીને લીધે શ્રીલંકાઅને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યાં હતા. પૂર્વ ખેલાડી તમિમ ઇકબાલે બીસીબીનાઅધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પર ચૂંટણી પ્રક્રિયામાં ગરબડી કર્યાનો આરોપ મુકયો હતો. આ પછીથીખેલ મંત્રાલયે તપાસ સમિતિ બનાવી હતી.
સરકારી હસ્તક્ષેપને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ પર ICCનો પ્રતિબંધ
Kutch Mitra•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.