તેજગઢ નજીક આવેલ ભીલપુર ગામના ખેર ફળિયામાં આવેલી સરકારી આંગણવાડી કેન્દ્રની હાલત અત્યંત ચિંતાજનક છે. છેલ્લા 11 વર્ષથી આ કેન્દ્ર કાચા અને જર્જરિત મકાનમાં ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં નાના બાળકોને બેસાડીને શિક્ષણ અને પોષણ આપવું એ તેમની જિંદગી સાથે ખુલ્ જિલ્લા મથકથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ આદિવાસી વિસ્તારમાં સરકારી બેદરકારીની હદ પાર થઇ ચૂકી છે. બાળકો જમીન પર બેસીને પ્રાર્થના કરી ભોજન લે છે, જ્યારે વરસાદના દિવસોમાં પાણી ભરાઈ જવાથી કેન્દ્ર બંધ રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મકાન 2014થી આવી જ હાલતમાં છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જવાબદાર અધિકારીએ આંગણવાડીની સ્થિતિ સુધારવા માટે કોઇ પગલાં લીધાં નથી. "અમારા બાળકોને અહીં મોકલવા એ જીવ જોખમમાં મૂકવા સમાન છે. ગમે ત્યારે છત તૂટી પડી શકે છે અને કોઇ મોટી દુર્ઘટના થઈ શકે છે, એમ એક વાલીએ જણાવ્યું. આંગણવાડી કાર્યકર જણાવે છે ક 10-15 વર્ષથી ભાડાના મકાનમા ચાલે છે. ઓનલાઈન કામગીરી માટે સમસ્યાઓ ઉભી થાય છે. ફોટા પાડવા માટે લાઇટ ના હોવાથી અંધારું રહે છે. સામગ્રી ભીની થવી અને બાળકોની હાજરી ઘટવાની સમસ્યા વધી છે. આમ તંત્ર દ્વારા ધ્યાને ના લેવાતાં 11 વર્ષથી આ જર્જરિત આંગણવાડીમાં કોઇ સુધારો ના થતાં બાળકોને જીવના જોખમે ભણતરની તરસ છીપાવવી પડે છે. કરોડોની વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર સીમિત!આ ગામની વસ્તી આશરે 3000 છે અને મુખ્યત્વે આદિવાસી સમુદાયનાલોકો રહે છે, જેમના માટેઆંગણવાડી પ્રારંભિક શિક્ષણઅને પોષણનું મુખ્ય સ્રોત છે.પરંતુ કરોડોની વિકાસ યોજનાઓ કાગળ પર જ સીમિત રહી ગઈ છે, જ્યારેજમીન પર માત્ર વાયદા જ દેખાય છે. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગશું કોઈ મોટી દુર્ઘટના થયા પછી જ સરકાર જાગશે? સ્થાનિક લોકો માંગ કરે છે કે તાત્કાલિક નવું પાકું મકાન બનાવવામાં આવે. સુરક્ષા વધારવામાં આવે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ અહેવાલ ભીલપુર ખેર ફળિયાની આંગણવાડીની વાસ્તવિકતા દર્શાવે છે, જ્યાં બાળકોનું ભવિષ્ય આવી બેદરકારીના હવાલે જોવા મળે છે.
સરકારની ઉપેક્ષાઃ ભીલપુરનું જર્જરિત આંગણવાડી કેન્દ્ર યુવાનોનું જીવન જોખમમાં મૂકે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.