Achira News Logo
Achira News

સુરજિત અઠવાલઃ એ વુમન ક્વેસ્ટ ફોર ફ્રીડમ ઇન 1990s ઇન્ડિયા

Sandesh
સુરજિત અઠવાલઃ એ વુમન ક્વેસ્ટ ફોર ફ્રીડમ ઇન 1990s ઇન્ડિયા
Full News
Share:

ડિસેમ્બર, 1998ની એ ઠંડી અને ધુમ્મસભરી સવાર હતી, જ્યારે 27 વર્ષની સુરજિત અઠવાલ લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ પર ઊભી હતી. તેની આસપાસના લોકો માટે તે માત્ર એક સામાન્ય મુસાફર હતી. પરંતુ સુરજિતના મનમાં ભય અને અનિશ્ચિતતાનું તોફાન ચાલતું હતું. લંડનના સાઉથોલ જેવા પંજાબી ગઢ ગણાતા વિસ્તારમાં રહેતી આ યુવતી તેની 70 વર્ષીય સાસુ બચન કૌર અઠવાલ સાથે ભારત જવા રવાના થઈ રહી હતી. સુરજિતનો દેખાવ અત્યંત પ્રભાવશાળી હતો. ગહન અને નમણી આંખો, ચહેરા પર એક કુદરતી તેજ અને બે નિર્દોષ સંતાનોની મમતા. તેને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પંજાબમાં તેના કોઈ એક કૌટુંબિક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં છે, પરંતુ જે ક્ષણે વિમાનનાં પૈડાં રનવે પરથી ઊંચકાયાં, તે જ ક્ષણે તેના જીવનનો ઊલટો ક્રમ શરૂ થઈ ગયો હતો. લંડનની આધુનિકતા અને પશ્ચિમી મોકળાશમાંથી નીકળીને પંજાબનાં અંતરિયાળ ગામડાંઓ તરફની આ સફર ખરેખર તો તેની અંતિમ યાત્રા બનવાની હતી. સુરજિતનો ગુનો માત્ર એટલો જ હતો કે તે એક એવી સ્ત્રી હતી, જેણે પરંપરાના નામે થતા દમન સામે માથું ઊંચક્યું હતું. તે બ્રિટિશ મૂલ્યોમાં રંગાયેલી હતી અને પોતાની મરજી મુજબ જીવવા માંગતી હતી, જે તેનાં સાસરિયાંઓના કટ્ટરપંથી માળખામાં ક્યાંય ફિટ બેસતું નહોતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરજિત અઠવાલઃ એ વુમન ક્વેસ્ટ ફોર ફ્રીડમ ઇન 1990s ઇન્ડિયા | Achira News