Achira News Logo
Achira News

સુરત પોલીસે ચોરીની પિક-અપ કારનો મામલો કલાકોમાં ઉકેલ્યો, 8 લાખ રૂપિયાનું વાહન જપ્ત કર્યું

Akila News
સુરત પોલીસે ચોરીની પિક-અપ કારનો મામલો કલાકોમાં ઉકેલ્યો, 8 લાખ રૂપિયાનું વાહન જપ્ત કર્યું
Full News
Share:

રાજકોટ, તા.૨૧: સુરત રેન્‍જ વડા પ્રેમવીર સિંહનો એક મંત્ર છે, કે મારા કાર્યક્ષેત્રમા કાયદો વ્‍યવસ્‍થા જડબેસલાક જળવાવી જોઈએ, મિલકત વિરોધી ગુન્‍હાનું ડીટેક્‍શન ઝડપી અને લોકોને સંતોષકારક હોવું જોઈએ, રેન્‍જ વડા દ્વારા અપાયેલ આ મંત્ર તેમની હકુમત હેઠળના ફક્‍ત જીલ્લા પોલીસ વડા જ નહિ પીઆઇ,PSIવિગેરે પણ ચુસ્‍તપણે અમલ થાય તેની કાળજી ખરા મનથી રાખે છે. આનું વધુ એક ઉદાહરણ ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિરલ ગઢવી ટીમ દ્વારા પુરુ પાડવામાં આવ્‍યું છે. ડાંગ જિલ્લાના વધઈ ટાઉનમાંથી રાત્રિના સમયે ચોરાયેલી પીક-અપ ગાડીના ગુનાનો ભેદ વઘઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્‍યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી રૂા. ૮,૦૦,૦૦૦/ની કિંમતની પીક-અપ રિકવર કરી છે.ફરિયાદી મહમદ અયાઝ નાસીરભાઇ ધાનાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પીક-અપ (રજીસ્‍ટ્રેશન નંબરઃ જીજે-૨૬-યુ-૧૮૪૮) વઘઈ હનુમાન ફળીયા પુલ પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી હતી. રાત્રિના સમયે અજાણ્‍યા તસ્‍કરો આશરે ૮ લાખની કિંમતનું આ વાહન ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે વઘઈ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે. ગઢવીની ટીમ દ્વારા તપાસ માટે ટેકનિકલ સર્વેલન્‍સ અને હ્યુમન રિસોર્સની મદદ લેવામાં આવી હતી. ગુજરાત-મહારાષ્‍ટ્ર બોર્ડર વિસ્‍તારમાં સઘન તપાસ હાથ ધરીને પોલીસે શંકાસ્‍પદોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મહારાષ્‍ટ્ર અને ગુજરાતની સરહદ પરથી નીચે મુજબના બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્‍યા હતા.પોલીસે દેવીદાસભાઇ રામજયાભાઈ ભોયે (ઉ.વ. ૪૨)રહે. મોટામાળગામ, તા. સુરગાણા, જિ. નાસિક મહારાષ્‍ટ્ર) અને મધુભાઈ રામજયાભાઈ ભોયે (ઉ.વ.૩૫) રહે. જામનવિહિર ગામ, તા. આહવા, જિ. ડાંગ)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરત પોલીસે ચોરીની પિક-અપ કારનો મામલો કલાકોમાં ઉકેલ્યો, 8 લાખ રૂપિયાનું વાહન જપ્ત કર્યું | Achira News