સુરત શહેર પોલીસને ચકરાવે ચઢાવનારી રૂપિયા 50 લાખની બેંક લૂંટનો ભેદ આખરે ઉકેલાઇ ગયો છે.ક્રાઈમ બ્રાંચે યુપીના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં ધામા નાંખી શાતિર ગેંગના બે સાગરીતોને પકડી પાડયા હતા.બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ યુપીથી સુરત આવવા રવાના થઇ હોવાનું જાણવા મળે છે.ગત તા.27મી એપ્રિલે ધોળે દિવસે સુરત વરાછા ખાતે SBI બેંકમાં છ લૂંટારુઓએ બેંક કર્મીઓને બંધક બનાવી 50 લાખ રૂપિયાની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.સનસનીખેજ આ લૂંટ ચલાવી આરોપીઓને શહેર પોલીસને પડકાર ફેંક્યો હતો. લૂંટારુઓ માત્ર ચાલાક નહિ પરંતુ શાતિર પણ હતા.તેમણે લૂંટમાં લીધેલી ત્રણેય બાઈક નેશનલ હાઈવે 48થી બે કિલોમીટર અંદર આવેલા કન્યાસી ગામની સીમમાં એક અવાવરું ખેતરમાં ફેંકી દીધી હતી. આ બાઇકની નંબર પ્લેટ નકલી હોવાનું અને ચેસિસ નંબરમાં પણ ચેડાં કરાયા હતા.એક બાઇક તેલંગણાથી લેવાઇ હતી અને બીજી બાઈક સુરતથી જ ચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.ચાલાક લૂંટારુંઓ ઉગત રોડના મકાનમાં રોકાયા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન સપ્તાહની દોડધામ બાદ આખરે કાઈમ બ્રાંચને ચકચાર લૂંટમાં મોટી સફળતા સાંપડી હતી. અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
સુરત બેંક લૂંટનો ઉકેલઃ ગેંગના બે સભ્યોની ધરપકડ
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.