Achira News Logo
Achira News

સુરતઃ રિક્ષાચાલક અને મિત્ર સાથે છેતરપિંડીના આરોપમાં બે લોકો સામે સીલ કરેલા મકાનો અંગેનો આરોપ

Akila News
સુરતઃ રિક્ષાચાલક અને મિત્ર સાથે છેતરપિંડીના આરોપમાં બે લોકો સામે સીલ કરેલા મકાનો અંગેનો આરોપ
Full News
Share:

સુરત ગ્રામ્યના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી ગોકુલધામ સોસાયટીમાં બેંક દ્વારા સીલ કરાયેલા મકાનો સસ્તામાં અપાવવાની લાલચ આપી બે શખ્સોએ રિક્ષાચાલક અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાઈ છે.ફાઈનાન્સ કંપનીના નામે નાણાં પડાવી મિલકતના દસ્તાવેજ કરી આપ્યા નહોતા.મૂળ બિહારના અને હાલ તાંતીથૈયાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક સંજયકુમાર રાજગૃહી દુબે નાઓને આશરે દોઢ-બે વર્ષ પહેલા તેમણે મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એજન્ટ સૂર્યપ્રકાશ મિશ્રા દ્વારા તેમને વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા સીલ કરાયેલ પ્લોટ નં.361 વાળું મકાન બતાવવામાં આવ્યું હતું. આ મકાનનો સોદો રૂ. ૬,૧૦,૦૦૦ માં નક્કી કરવામાં આવ્યો હતો.સંજયકુમાર જ્યારે ફાઈનાન્સ કંપનીની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાંના મેનેજર તરીકે ઓળખ આપનાર જય કોઠારીએ જણાવ્યું હતું કે, "શ્રી હરી કન્સલ્ટન્સી નામની પેઢી જ આ કંપની સાથે ડીલ કરે છે.આરોપીઓ જયકુમાર મનહરલાલ કોઠારી અને દિપેશ ઉર્ફે દિવ્યેશ કાંતિલાલ ત્રાડાએ સંજયકુમારને વિશ્વાસમાં લઈ તમામ નાણાં "શ્રી હરી કન્સલ્ટન્સી"ના બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. સંજયએ અલગ-અલગ સમયે ચેક અને NEFT મારફતે કુલ રૂ. ૮,૦૪,૦૫૬.૬૪ ની રકમ આરોપીઓની સૂચના મુજબ ટ્રાન્સફર કરી હતીઆરોપીઓએ માત્ર સંજયકુમાર જ નહીં પરંતુ તેમના મિત્ર અનિલ રેવાચન્દ્ર શુકલાને પણ ગોકુલધામ સોસાયટીમાં જ પ્લોટ નં. ૨૩૭ વાળું મકાન રૂ. ૧૦,૫૦,૦૦૦ માં અપાવવાનું કહી તેમની પાસેથી પણ રૂ. ૧,૭૫,૦૦૦ ચેકથી પડાવી લીધા હતા.આ રકમ પણ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ અંગત સ્વાર્થ માટે વાપરી નાખી હતી. સંજય લાંબા સમયથી મકાનના દસ્તાવેજની માંગણી કરી રહ્યા હતા, પરંતુ આરોપીઓ બહાના બતાવી અંતે ફરાર થઈ ગયા હતા

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતઃ રિક્ષાચાલક અને મિત્ર સાથે છેતરપિંડીના આરોપમાં બે લોકો સામે સીલ કરેલા મકાનો અંગેનો આરોપ | Achira News