Achira News Logo
Achira News

સુરતઃ સેબીના નકલી પ્રમાણપત્રો સાથે વરિષ્ઠ નાગરિકોને છેતરવા બદલ આંતરરાજ્ય ગેંગના સભ્યની ધરપકડ

Divya Bhaskar
સુરતઃ સેબીના નકલી પ્રમાણપત્રો સાથે વરિષ્ઠ નાગરિકોને છેતરવા બદલ આંતરરાજ્ય ગેંગના સભ્યની ધરપકડ
Full News
Share:

સુરતમાં સિનિયર સિટીઝન સાથે 42,28,856 ની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય કડી સમાન આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. 29 વર્ષીય વિશાલ, જે B.Com. થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટ નકલી SEBI સર્ટિફિકેટ અને 10% નફાની લાલચઆ કૌભાંડની વિગત એવી છે કે ઠગબાજોએ ફરિયાદી સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ ‘Bajaj Financial Securities Limited’ જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI) નું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલી આપ્યું હતું. ફરિયાદીને સસ્તા દરે આઈપીઓ (IPO) અપાવવાની ખાતરી આપી, આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ Rs. 42,28,856 જેટલી રકમ પોતાની જાળમાં ફસાવીને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. બેંક મેનેજર સાથે મળીને રચ્યું મ્યુલ એકાઉન્ટનું જાળુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી વિશાલ ઝાલાવાડિયા અગાઉ ભરૂચ ખાતે રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન તેની ઓળખાણ એક ખાનગી બેંકના મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે થઈ હતી. રાહુલે તેને કમિશનની લાલચ આપતા, વિશાલે પોતાના મિત્ર તુષાર વિરાણી અને અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી કુલ 7 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના ગંદા નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. કુલ 7 આરોપીઓની ધરપકડ અને પોલીસ કાર્યવાહીસાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉપરાંત બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી (45 વર્ષ), મીત સેલીયા (27 વર્ષ), દીપક નાયક (27 વર્ષ), કેવલ દિયોરા (27 વર્ષ), મિલન સાંગાણી (31 વર્ષ) અને ઉર્વિશ નસીત (22 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ટોળકી અત્યંત સંગઠિત રીતે કામ કરતી હતી અને નિર્દોષ લોકોના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી ગુનાને અંજામ આપતી હતી. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂરહાલમાં વિશાલ ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કેટલા કરોડના વ્યવહારો થયા છે અને આ ગેંગના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે. સુરત સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતઃ સેબીના નકલી પ્રમાણપત્રો સાથે વરિષ્ઠ નાગરિકોને છેતરવા બદલ આંતરરાજ્ય ગેંગના સભ્યની ધરપકડ | Achira News