Achira News Logo
Achira News

સુરતની ડાયમંડ હોટલમાં ભીષણ આગ, તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Sandesh
સુરતની ડાયમંડ હોટલમાં ભીષણ આગ, તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
Full News
Share:

સુરત શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી 'ડાયમંડ હોટલ'માં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટલના પાંચમા માળે આવેલા ડાઇનિંગ હોલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે હોટલમાં આશરે 10 જેટલા મહેમાનો રોકાયા હતા. આગની જાણ થતા જ સતર્ક બનેલા તમામ ગેસ્ટ તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતરી આવ્યા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી. હોટલના પાંચમા માળે પતરાના શેડમાં ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો હતો, જ્યાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આરોપી પાસેથી 2.45 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ.7,450 જેવી થાય છે. આ ઉપરાંત, પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.54,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું જણાય છે. તે અગાઉ પણ સુરતના અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વારંવાર જેલની હવા ખાધા હોવા છતાં તેણે નશીલા પદાર્થોના વેચાણનો કાળો કારોબાર ચાલુ રાખ્યો હતો. હાલમાં પોલીસ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો સૌરાષ્ટ્રમાં કુદરતનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના વીંછીયા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદની સાથે ભારે પવન અને કરા પડતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભર ઉનાળે વરસેલા આ કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વીંછીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર એટલું વધારે હતું કે, અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થતા ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનના સુસવાટા અને કરાના મારને કારણે તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગાઉ રાજકોટ, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ પડ્યા બાદ હવે વીંછીયામાં પણ મેઘરાજાએ કહેર મચાવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે. એકતરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ આ આકાશી આફતને કારણે જગતનો તાત અત્યારે લાચારી અનુભવી રહ્યો છે. આ પણ વાંચો -Rajkot : જેતપુરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું,ધૂળની ડમરીઓ સાથે વરસાદની તોફાની બેટિંગ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી આપવામાં આવી રહી છે.કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, હજુ પણ જે ખેડૂતોએ પોતાના પાક કે ઉપજને સુરક્ષિત રાખવા માટેના સાવચેતીના પગલાં નથી લીધા, તે સત્વરે આ માર્ગદર્શિકાને ધ્યાને લઈને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખે, જેથી તેમના મહામૂલા પાકને નુકશાનથી બચાવી શકાય.વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે. કાપણી કરેલ પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે પાકેલા પાકની સત્વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવા APMCમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો APMC માર્કેટમાં લાવવાનું ટાળવું ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવો આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આજે કુદરતની કઠિનાઈ જોવા મળી છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે. આ અણધાર્યા વરસાદે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વલ્લભીપુરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખાસ કરીને નવાગામ અને લોલિયાણામાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત કાળાતળાવ, કંથારીયા, હળિયાદ, વાવડી અને પીપળી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસેલા આ વરસાદે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર ખેતી પર પડી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલા ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરેલો પાક પલળી જવાથી અને પવનના કારણે પાક ઢળી પડવાથી ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાયમાલ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ભાવનગર જિલ્લાના સિહોર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભરઉનાળે વાતાવરણમાં આવેલા પલટાએ મિની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે પવન અને ધૂળની ડમરીઓના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતા વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ધોળે દિવસે રસ્તાઓ સુમસામ બની ગયા હતા. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાનો અને દુકાનો પરના લોખંડના પતરા હવામાં કાગળની જેમ ઉડતા જોવા મળ્યા હતા. પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા વરસાદે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. અનેક સ્થળોએ વીજ થાંભલા અને નાના ઝાડ ધરાશાયી થવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ધૂળની ડમરીઓ શાંત થયા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક ત્રાટકેલા આ માવઠાને કારણે ખેતરોમાં રહેલા પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો---Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટરસ્ટ્રોક: 2.38 કરોડની નકલી નોટો સાથે સુરતની ગેંગ ઝડપાઈ, AIનો કર્યો હતો ઉપયોગ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતની ડાયમંડ હોટલમાં ભીષણ આગ, તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા | Achira News