Achira News Logo
Achira News

સૂરતમાં હત્યાનું રહસ્ય ખુલ્યુંઃ સગીરોનાં સનસનીખેજ દાવાઓ કાળા સત્યનો પર્દાફાશ કરે છે

Divya Bhaskar
સૂરતમાં હત્યાનું રહસ્ય ખુલ્યુંઃ સગીરોનાં સનસનીખેજ દાવાઓ કાળા સત્યનો પર્દાફાશ કરે છે
Full News
Share:

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં થયેલી એક હત્યાનું રહસ્ય ઘૂંટાતું જોવા મળી રહ્યું છે, જેમાં પકડાયેલા સગીરોએ પોલીસ સામે એવી કેફિયત રજૂ કરી છે કે તેઓએ લાશને બહાર કાઢી તેનું માથું કાપી કૂવામાં ફેંકી દીધું હતું. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ, જમીનમાં દટાયેલા મૃતદેહન ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી'તીસુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા પુણામાં સગીરોએ ભેગા મળીને એક સગીરની હત્યા કરીને તેની લાશ ફેંકી દેવાના ચકચારી કેસમાં આ સગીરો દ્વારા હત્યા કરાયાના 3 દિવસ બાદ લાશને બહાર કાઢીને માથું કાપીને કૂવામાં ફેંકી દીધાનું જણાવતા પોલીસ પણ ચકરાવે ચઢી છે. પોલીસ હવે GPR ટેક્નોલોજીથી જમીનની અંદર હરપિંજર કે માનવ અવશેષ છે કે નહીં તે તપાસ કરી રહી છે. આ કેસની વિગત મુજબ, ત્રણ વર્ષ પહેલા ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી નાંખી હતી, અને લાશને પુણા વિસ્તારની ખુલ્લી જગ્યામાં દફનાવી દીધી હતી. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ ફરીવાર ભેગા થયેલા સગીરો વચ્ચે માથાકૂટ થતા એક સગીર આરોપીએ મૃતકના ભાઈને જઈને સમગ્ર હકીકત કહી હતી. આ અંગે મૂળ યુપીના વતની તેમજ વરાછામાં રહેતા અનિલ નામના યુવકે પોતાનો ભાઈ ગુમ થવા અંગે પુણા પોલીસમાં જાણવા જોગ માહિતી આપી હતી. 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ, છતાં લાશ મળી નહીંઆ માહિતીના આધારે પોલીસ દ્વારા પુણા કેનાલ રોડ ઉપર ત્રણથી પાંચ વીઘાની જગ્યામાં ખોદકામ શરૂ કરીને લાશ શોધવાનો પ્રયાસો કરાયા હતા. પાંચથી વધુ જેસીબી દ્વારા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદીને તપાસ કરવામાં આવી હતી. આ વાતને સાત દિવસનો સમયગાળો વીતી ગયો છતાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. લાશને બહાર કાઢીને માથું કૂવામાં ફેંક્યાનું સગીરોનું રટણપોલીસ તપાસમાં આ ત્રણેયે હત્યાના ત્રણ દિવસ બાદ લાશની ફરીવાર બહાર કાઢી બીજી જગ્યાએ દફનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી ખોદકામ કરી લાશ બહાર કાઢી માથું કાપી નજીકમાં આવેલા એક કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ ત્રણેય સગીરોએ પણ પોલીસ સમક્ષ આ વાત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી માથું જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં છેલ્લા બે દિવસથી શોધખોળ કરી છે. પણ હજુ કંઇ હાથ લાગ્યું નથી. 'બે લોકોએ મળીને વિવેકને મારી નાખ્યો'મૃતકના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, વાત એમ છે કે મારા મિત્રને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ વિશે કંઈક જણાવવાનું છે. એક સગીર જે મારા ભાઈનો પણ મિત્ર છે, તે બીજા દિવસે સવારે અમને ચાની દુકાન પર મળ્યો હતો. તેણે ત્યાં આવીને જણાવ્યું કે બે લોકોએ મળીને મારા ભાઈને મારી નાખ્યો છે. મને આ વાતની ખબર હતી પણ મેં ડરના કારણે કોઈને કહ્યું નહીં, કારણ કે તે લોકો મને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યા હતાં. લાશ શોધવા 5-6 જેસીબીથી ખોદકામપોલીસે પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓ બે શખ્સના ઘરે જઈને તેમને પકડ્યા. અત્યારે પૂછપરછ અને તપાસ ચાલુ છે. જે લોકેશન બતાવવામાં આવ્યું હતું ત્યાં 5-6 જેસીબી (JCB) મશીનો વડે ખોદકામ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી કંઈ મળ્યું નથી. લાશને ઠેકાણે કરતી વખતે …એક સગીરે આરોપીએ એવું પણ જણાવ્યું કે જ્યારે તેઓ લાશને ઠેકાણે પાડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તે પણ ત્યાં હાજર હતો. આરોપીઓએ સગીરનું માથું કાપીને કૂવામાં ફેંકી દીધું હોવાનું જણાવ્યું છે અને અત્યારે ત્યાં જ તપાસ ચાલી રહી છે. 'મૃતક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ'પ્રકાશ યાદવ (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 25 તારીખે રાત્રે સગીરનો મેસેજ આવ્યો, તેણે કહ્યું કે મારે મૃતક સગીર વિશે વાત કરવી છે અને તમને મળવું છે. તો મેં તરત જ મૃતકના ભાઈ અનિલને ફોન કર્યો. લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલાં જે છોકરો ગુમ થયો હતો, તેના વિશે કંઈ જાણવા મળે તો સ્વાભાવિક છે કે હું તેના ભાઈને જાણ કરું. મેં અનિલને ફોન કરીને કહ્યું કે વિવેક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ. 'બસ હવે એવી આશા છે કે તે મળી જાય'પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે અમે ત્યાં ગયા, ત્યારે બધી વાત ફરીથી દીપકભાઈને કહી. પછી દીપકભાઈએ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો. અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને હવે પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. બસ હવે એવી આશા છે કે તે મળી જાય. 'ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 26 જાન્યુઆરીએ અનિલ અને પ્રકાશનો ફોન આવ્યો કે અઢી ત્રણ વર્ષ પહેલા જે મારો ભાઈ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, તે પોતાની મેળે ગયો નથી. તેને ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે અને જીવથી માર્યા પછી તેને જમીનમાં દફનાવી દીધો છે. 'નશાની હાલતમાં તેને મારીને જમીનમાં દફનાવી દીધો'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ વધુમાં કહ્યું કે, મેં તે ત્રણેયને વચ્છરાજ ચાની લારી પર બોલાવ્યા. ત્યાં જે ત્રીજો છોકરો હતો, 1 સગીરે કરીને, તેણે આખી હકીકત જણાવી. તે પછી મેં પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પુણા પોલીસ તરફથી મને પૂરો સહયોગ મળ્યો. જે બીજા બે આરોપીઓ હતા, તે બંનેને લાવવામાં આવ્યા. તેને વધુમાં કહ્યું, અત્યારે પુણા પોલીસ સ્ટેશનની કાર્યવાહી ચાલુ છે, બધે ખોદકામ ચાલુ છે. અત્યાર સુધી કોઈ હાડકાં કે એવું કંઈ મળ્યું નથી. મળ્યા પછી આગળની જે કાર્યવાહી હશે તે થશે. દટાયેલા અવશેષ શોધવા પોલીસે GPR ટેક્નોલોજીનો સહારો લીધોડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો અન્ય રાજ્યના છે, મૂળ ગુજરાતી નથી. તેઓ અહીં વ્યવસાય અર્થે આવ્યા હતા. આ આરોપીઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે. પૈસાની લેવડદેવડ બાબતે થયેલી તકરારમાં આ હત્યા કરવામાં આવી હતી. જો મૃતદેહ ન મળે તો પોલીસ પાસે ટેકનિકલ વિગતો, CDR (કોલ ડિટેલ રેકોર્ડ્સ) અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવાનો વિકલ્પ છે. ગુનાનો મજબૂત કેસ બનાવવા માટે મૃતદેહ મળવો અત્યંત જરૂરી છે, તેથી અત્યારે અમારું મુખ્ય ધ્યાન તે શોધવા પર છે. મૃતકના પરિવારે છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી. તેના ભાઈના જણાવ્યા અનુસાર, તેને તેના ભાઈ પરથી આશા છૂટી ગઈ હતી કારણ કે તેનો સ્વભાવ થોડો રખડુ હતો. જોકે, હાલમાં અમારું પ્રાથમિક લક્ષ્ય મૃતદેહ શોધવાનું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૂરતમાં હત્યાનું રહસ્ય ખુલ્યુંઃ સગીરોનાં સનસનીખેજ દાવાઓ કાળા સત્યનો પર્દાફાશ કરે છે | Achira News