Achira News Logo
Achira News

સોરથમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે, જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે

Divya Bhaskar
સોરથમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે, જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે
Full News
Share:

જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો થતા બપોરનું તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે શિયાળાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોવાનું અને ઉનાળાની શરૂઆતની અનુભૂતિ લોકોને થઈ હતી. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 13.7, શહેરમાં જોકે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકાએ પહોંચી ગયુ હતુ. જ્યારે પવનની પ્રતિ કલાકની ગતિ 6.3 કિલોમીટરની રહી હતી. બીજી તરફ બપોરની શરૂઆત થતાની સાથે મહતમ તાપમાનનો પારો 31.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સતત બીજા દિવસે બપોરની હવામાં 33 ટકા ભેજ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર હવામાન રહ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળાની વિદાયની શરૂઆત ધીમા પગલે થઈ ચૂકી છે અને આગામી બે દિવસમાં બપોરનું તાપમાન પણ ક્રમશઃ વધતું રહેશે. જેથી ઉનાળાના પગરણ શરૂ થઈ જશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સોરથમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે, જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે | Achira News