માણાવદર તાલુકાના સરદારગઢ ગામે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રાત્રિના ઘરમાં ઘૂસી નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી નાસી ગયા હતા. સરદારગઢ ગામે બસ સ્ટેશન પાસે રહેતા ખેડૂત જીતેન્દ્રભાઈ પંચાણભાઈ કણસાગરાની ફરિયાદ અનુસાર સોમવારે રાત્રે તેના માતા વજીબેન પોતાના રૂમમાં સૂતા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે વૃદ્ધાના ગળામાં પહેરેલ રૂપિયા 98,000નો કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન આંચકી લીધો હતો. વૃદ્ધા જાગી જતાં અને દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. પરંતુ ચોર રૂમના પાછળના દરવાજાથી ભાગી છૂટ્યો હતો. ઘરમાં અન્ય સામાનની તપાસ કરતા ભગવાનની કંઠી અને એક ખોટો ચેન તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા, પરંતુ અસલી સોનાનો ચેન ચોરાઈ ગયો હતો. ઘટના અંગે માણાવદર પોલીસે જીતેન્દ્રભાઈની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સરદારગઢ ગામમાં ચોરોએ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની સાંકળ ચોરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.