(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૪ :.. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકસ બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના કરેલ. જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઇવે પર પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન સાંગાણી ગામની સીમ ચોટીલા સાયલા નેશનલ હાઇવે રોડ પર આવેલ ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાં એક ટાટા કંપનીના ટ્રક રજી નં. ય્થ્.૫૨.ઞ્ખ્.૪૫૭૫ વાળામાં ખાતરની બેગની આડમા છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.૧૧,૪૯૬ પ્રોહી મુદામાલ કુલ કી.રૂ.૮૫,૬૬,૮૦૦/- તથા ખાતરની કોથળીયો નંગ.રરપ કી.રૂ.૬૭,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦/- તથા એક ફાસ્ટેગ કી.રૂ.૦૦/- તથા એક એરટેલ કંપનીના સીમ કાર્ડનુ કવર કી.રૂ.૦૦/- તથા ટાટા કંપનીનો ટ્રક ટ્રેલર કિંમત રૂપીયા કી.રૂ.૨૦,૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૦૬,૩૪,૮૦૦/- નો મુદામાલ પકડી પાડી ચાલક તથા માલીક તથા દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર આરોપીઓ વિરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ઙ્કોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ. પકડાવાના બાકી આરોપી (૧) ટ્રકના રજી નં.RI.52.GA.૪૫૭૫ વાળીનો ચાલક, (૨) ટ્રકના રજી નં.RI.52.GA.૪૫૭૫ વાળીનો માલીક (૩) ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ (૪) ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ તથા તપાસમા ખુલે તે કબજે કરેલ મુદ્દામાલની વિગત (૧) ગે.કા. ઇગ્લીશ દારૂ નાની મોટી બોટલો નં.૧૧,૪૯૬ કુલ કી.રૂ.૮૫,૬૬,૮૦૦/- (૨) ખાતરની કોથળીયો નંગ.રર૫ કી.રૂ.૬૭,૫૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦/- (૪) એક ફાસ્ટેગ કી.રૂ.૦૦/- (૫) એક સીમ કાર્ડનુ કવર કી.રૂ.૦૦/- (૬) ટાટા કંપનનો ટ્રક ટ્રેલર રજી નં. ય્થ્.૫૨.ઞ્ખ્.૪૫૭૫ કી.રૂ.૨૦,૦૦,૦૦૦/ એમ કુલ કી.રૂ. ૧,૦૬,૩૪,૮૦૦ /- નો મુદામાલ જપ્ત કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાએ ગેરકાયદેસર જુગાર સામે કડક કાર્યવાહી શરૂ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.